GSTV
Gujarat Government Advertisement

ઇનવેસ્ટમેન્ટ / દર મહિને જમા કરો માત્ર 800 રૂપિયા અને મેળવો 5 લાખ સુધી રિટર્ન, જાણો સમગ્ર પ્રક્રિયા

રૂપિયા

Last Updated on April 17, 2021 by Bansari

દર મહિને કરવામાં આવતી નાની બચત જો યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો આવનારા દિવસોમાં તમને શાનદાર રિટર્ન મળી શકે છે. LICની એક એવી પોલીસી છે જેનું નામ જીવન લાભ છે, તેમાં તમે દર મહિને એક હજારથી ઓછું રોકાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આટલું જ નહીં તેમાં ડેથ ક્લેમનો પણ લાભ મળે છે, જેનાથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે છે.

રૂપિયા

કોણ કરી શકે છે રોકાણ

એલઆઈસીની આ પોલિસીમાં 8 વર્ષના બાળકોથી લઇ 54 વર્ષના લોકો રોકાણ કરી શકે છે. જો કોઈ 54 વર્ષનો વ્યક્તિ આ પોલિસી ખરીદે છે, તો તેના માટે મહત્તમ પોલિસીની અવધિ 21 વર્ષની હશે. જ્યારે 25 વર્ષની પોલિસી અવધિ માટે પોલિસીધારકની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઇએ.

પોલિસી સાથે જોડાયેલી ખાસ વાતો

તેમાં ન્યૂનતમ સમ એશ્યોર્ડ રકમ 2 લાખ રૂપિયા છે, જ્યારે મહત્તમ સમ એશ્યોર્ડની કોઈ મર્યાદા નથી. પોલિસી પીરિયડ ત્રણ સમયગાળા માટે હશે, જેમાં 16 વર્ષ, 21 વર્ષ અને 25 વર્ષ સામેલ છે. એવામાં તમને 10,15 અને 16 વર્ષ સુધી પ્રીમિયમ ચુકવવું પડશે. જીવન લાભ પોલિસી હેઠળ તમને એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસએબિલિટી, એક્સિડન્ટ બેનિફિટ, ન્યૂ ટર્મ એશ્યોરન્સ અને ન્યૂ ક્રિટિકલ ઇલનેસ રાઇડર બેનેફિટ પણ મળે છે. એટલે જો પોલિસી લીધા પછી જો પોલિસીધારકનું મૃત્યુ થય છે અથવા અપંગ થઇ જાય છે, તો તેને આર્થિક મદદ મળશે.

રૂપિયા

કેવી રીતે થશે લાભ

જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 2 લાખ રૂપિયાની સમ એશ્યોર્ડ લો છો, તો પોલિસીની સમયમર્યાદા 25 વર્ષ હશે. તેનું પ્રિમીયમ તમને 16 વર્ષ સુધી ચુકવવું પડશે. તમે દર મહિને અંદાજે 800 રૂપિયાની ચુકવણી કરશો તો કુલ ચુકવણી લાભ અંદાજે 1 લાખ 53 હજાર થશે. તેમાં તમને પ્રતિ 1000 રૂપિયા પર 47 રૂપિયા બોનસ મળશે. તેનાથી તમારી કુલ બોનસ રકમ 2.35 લાખ રૂપિયા થઇ જશે. જ્યારે મેચ્યોરિટી પર પણ એડિશનલ બોનસ મળશે. તે પ્રતિ હજાર રૂપિયા પર 450 રૂપિયા થશે. આ પ્રકારે તમને મેચ્યોરિટી પર અંદાજે 5.25 લાખ રૂપિયા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!