GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

LICની આ પોલીસીમાં કરો દરરોજના 36 રૂપિયાનું રોકાણ અને મેળવો 3 લાખ 94 હજાર, સાથે લાઈફ ટાઈમ રિસ્ક કવર તો ખરુ જ !

લાઈફ ઈંશ્યોરેન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં રોકાણ કરવાથી ગ્રાહકોને અનેક ફાયદાઓ થાય છે. આજે કરેલી નાની બચત જો યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો, જરૂરના સમયમાં ભવિષ્યમાં આપણને તેનુ સારામાં સારુ રિટર્ન મળી શકે છે. અનેક લોકો બચત તો કરે છે, પણ તેને ખબર નથી હોતી કે, ક્યાં અને કઈ રીતે બચત કરી ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકીએ.

એલઆઈસીની જીવન આનંદ પોલીસી

એલઆઈસીની અલગ અલગ પોલીસીને અલગ અલગ વર્ગને ધ્યાને રાખીને ખાસ તૈયાર કરવામાં આવે છે. અમીરથી લઈને ગરીબો સુધી તમામ લોકો એલઆઈસી પોલીસીમાં રોકાણ કરી શકે છે. આજે અમે આવી જ એક પોલીસી વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમાં તમે દરરોજના માત્ર 36 રૂપિયાનું રોકાણ કરી 3 લાખ 94 હજાર જેવી તગડી રકમ મેળવી શકો છો. આ પોલીસીનું નામ છે ‘જીવન આનંદ’. 18થી 50 વર્ષની ઉંમર સુધીના લોકો તેનો લાભ લઈ શકે છે. આ પોલીસી માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. આ પોલીસીની મર્યાદા 15થી 35 વર્ષની હોય છે. આ પોલીસીમાં લાઈફ ટાઈમ રિસ્ક કવર પણ આપવામાં આવે છે.

લાઈફ ટાઈમ રિસ્ક કવર પણ ખરૂ

આ પોલીસી માટે ઓછામાં ઓછુ 1 લાખ રૂપિયાનું સમ એશ્યોર્ડ લેવુ જરૂરી છે. જે એક નોનો લિક્વિડ પોલીસી છે. જેનો અર્થ છે કે, જેનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. આ પોલીસીમાં તમને મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ તો મળે છે, પણ મેચ્યોરિટી બાદ જીવન ભર લાઈફ કવર પણ મળે છે.

આ પ્લાન તમને ઈન્કમ ટેક્સમાં પણ લાભ આપે છે. ત્યારે હવે સવાલ એ થાય કે, આ પોલીસીમાં તમારે કેટલા દિવસ સુધી 36 રૂપિયાનું રોકાણ કરવું. જેને એક ઉદાહરણ સાથે સમજીએ.

ફર્સ્ટ યર પ્રિમિયમ 4.5 ટકા ટેક્સ સાથે

વાર્ષિક- 13793 ( 13199+594)
અર્ધવાર્ષિક- 6967 ( 6667+300)
ત્રિમાસિક- 3520 (3368+ 152)
માસિક- 1174 (1123+51)
પ્રતિ દિવસ- 37

ફર્સ્ટ યર પ્રિમિયમ બાદ 2.25 ટકા ટેક્સ સાથે

વાર્ષિક- 13496( 13199+297)
અર્ધવાર્ષિક- 6817 ( 6667+150)
ત્રિમાસિક- 3444 (3368+ 76)
માસિક- 1148 (1123+25)
પ્રતિ દિવસ-36
કુલ પ્રિમિયમ- 270217

મૈચ્યોરિટીના સમયે અનુમાનિત રિટર્ન

એસએ- 200000
બોનસ-180000
એફએબી-14000

મૈચ્યોરિટીના સમયે અનુમાનિત કુલ રિટર્ન

394000+200000 રૂપિયાનું લાઈટ ટાઈમ રિસ્ક કવર

READ ALSO

Related posts

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!