GSTV

LICની આ પોલીસીમાં 129 રૂપિયાના રોકાણથી ભવિષ્ય બનાવો સુરક્ષિત, મળશે 66 લાખની મોટી રકમ સહિત આ ફાયદા

lic

LIC Jeevan Anand Policy: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) દેશની સૌથી વિશ્વાસપાત્ર વીમા કંપનીઓમાંથી એક છે. આ કંપનીનું સંચાલન સરકાર જુએ છે. આ કારણે લોકોને તેના પર વિશ્વાસ છે. કરોડો લોકોએ LICની અલગ-અલગ પોલીસીમાં રોકાણ કરેલુ છે. LIC ગ્રાહકોને અલગ-અલગ પોલીસી ઑફર કરે છે. આ પોલીસી કંઇક એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેમાં ગરીબથી લઇને અમીર સૌકોઇ રોકાણ કરી શકે.

આમ તો LICની અલગ-અલગ પોલીસી છે પરંતુ આજે અમે તમને LICની જીવન આનંદ પોલીસી વિશે જણાવી રહ્યાં છીએ. કંપનીની આ પોલીસીમાં તમે દરરોજ 129 રૂપિયાનું રોકાણ કરીને 66 લાખ રૂપિયાની મોટી રકમ હાંસેલ કરી શકો છો. આ સાથે જ તે પોલીસીની લાઇફ ટાઇમ 15,00,000 રૂપિયાનું રિસ્ક કવર પણ પુરુ પાડે છે. આ એક પાર્ટિસિપેટિંગ નૉન-લિંક્ડ પોલીસી છે જે રોકાણકારને સુરક્ષા અને બચત પુરી પાડે છે.

આ પોલીસીમાં રિસ્ક કવર પણ આપવામાં આવે છે. પોલીસીની મેચ્યોરિટી પર સમ અશ્યોર્ડ સાથે અન્ય લાભ પણ આપવામાં આવે છે. આ એક એંડોમેંટ પોલીસી છે પરિણામે તેમાં રોકાણ અને વીમા બંનેનો લાભ પોલીસીધારકને મળે છે. પોલીસી 15થી 35 વર્ષ ટર્મ સાથે આવે છે. 18 વર્ષથી 50 વર્ષ સુધીનો કોઇપણ વ્યક્તિ પોલીસીમાં રોકાણ કરવા માટે લાયક છે. મિનિમમ સમ અશ્યોર્ડ એક લાખ રૂપિયા અને મેક્સિમમ સીમા નિર્ધારિત નથી.

હવે સવાલ એ છે કે આ પોલીસીમાં તમે દરરોજ 129 રૂપિયાનું રોકાણ કરી કેવી રીતે 66 લાખ રૂપિયા હાસેલ કરી શકે છે. તેમાં અમે એક ઉદાહરણથી સજાવાનો પ્રયાસ કરીશું.

  • ઉંમર- 27
  • ટર્મ- 33
  • એડીડીએબી- 1500000
  • ડેથ સમ અશ્યોર્ડ- 1875000
  • બેસિક સમ અશ્યોર્ડ- 1500000

ફર્સ્ટ યર પ્રીમિયમ 4.5 ટકા ટેક્સ સાથે

  • વાર્ષિક- 48326 (46245 + 2081)
  • અર્ધવાર્ષિક- 24426 (23374+ 1052)
  • ત્રિમાસિક- 12345 (11813 + 532)
  • મંથલી- 4115 (3938+ 177)
  • વાઇએલવાઇ મોડ સરેરાશ પ્રીમિયમ/પ્રતિ દિવસ- 132

ફર્સ્ટ યર પ્રિમિયમ ભર્યા બાદ ઘટેલા ટેક્સ સાથે

  • વાર્ષિક- 47286 (46245 + 1041)
  • અર્ધવાર્ષિક- 23900 (23374 + 526)
  • ત્રિમાસિક- 12079 (11813 + 266)
  • મંથલી- 4027 (3938 + 89)
  • વાઇએલવાઇ મોડ સરેરાશ પ્રમિયમ/પ્રતિ દિવસ- 129
  • કુલ અંદાજિત ચુકવવાપાત્ર પ્રીમિયમ- 15,61,478 રૂપિયા

મેચ્યોરિટીના સમયે કુલ અંદાજિત રિટર્ન

  • સમ અશ્યોર્ડ- 1500000
  • બોનસ- 24,25,500
  • ફાઇનલ એડિશનલ બોનસ- 27,00,000
  • મેચ્યોરિટીના સમયે કુલ અંદાજિત રિટર્ન- 6625500 અને લાઇફ ટાઇમ 1500000 રૂપિયાનું રિસ્ક કવર

માની લો કે જો કોઇ વ્યક્તિ 27 વર્ષની ઉંમરમાં આ પોલીસીમાં રોકાણ કરવાનું શરૂ કરે છે. અને તે 33 વર્ષ ટર્મ પ્લાન સાથે 1500000 સમ અશ્યોર્ડ પ્લાનને ફિકિસ્ડ કરે તો તે હિસાબે તેને દરરોજ 129 રૂપિયાનું રોકાણ કરવાનું છે. આ રીતે કુલ 33 વર્ષ સુધી રોકાણ કર્યા બાદ પોલીસીધારકને 15,00,000ના બદલે 24,25,500નું બોનસ અને 27,00,000 રૂપિયા ફાઇનલ એડિશનલ બોનસ રૂપે મળશે. આ રીતે મેચ્યોરિટી સમયે એટલે કે 60 વર્ષની ઉંમરમાં પોલીસીધારકને કુલ 66,25,500 રૂપિયા મળશે. સાથે જ પોલીસી સમયગાળા દરમિયાન કોઇ દુર્ઘટનાના પગલે પરિવારને 15 લાખ રૂપિયાનાં રિસ્ક કવરની ગેરેન્ટી મળે છે.

Read Also

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!