GSTV

ફાયદો/ LICના આ એન્યૂટી પ્લાનમાં રોકાણ કરીને મેળવો જોરદાર રિટર્ન, જાણો કેવી છે આ પોલીસી

lic

LIC Jeevan Akshay Pension Plan: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) દેશની સૌથી વિશ્વાસપાત્ર વીમા કંપનીઓમાંથી એક માનવામાં આવે છે. જો તમે પેન્શન મેળવવા માટે સુરક્ષિત રોકાણની તલાશમાં હોય તો LICની ‘જીવન અક્ષય’ પોલીસીમાં રોકાણ કરી શકો છો. સરકાર દ્વારા સંચાલિત આ પોલીસીમાં રોકાણ કર્યાના તરત જ બાદ પોલીસીધારક પેન્શન મેળવી શકે છે.

LICનો પોપ્યુલર પ્લાન

આ LICનો પોપ્યુલર એન્યુટી પ્લાન છે અને તેમાં સંપૂર્ણ રોકાણ કરીને લાભ મેળવી શકાય છે. પેન્શન પોલીસીધારકને આજીવન મળતુ રહે છે. જો તમે તમારા માટે અથવા તમારા પરિવાર માટે પેન્શનની વ્યવસ્થા કરવા માગતા હોય તો આ પોલીસીમાં રોકાણનો લાભ મેળવી શકો છો.

LICની આ પોલીસીની શરતો

આ પોલીસીની શરતોની વાત કરીએ તો પેન્શન વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને પ્રતિ માસના આધારે મળે છે. કોઇપણ ભારતીય નાગરિક આ પોલીસીમાં રોકાણને પાત્ર છે પરંતુ તેની ઉંમર 30થી 85 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

પેન્શન પર ઇનકમ ટેક્સના 80સી અંતર્ગત ટેક્સ અને 3 મહિના (પોલીસી જારી કર્યાની તારીખથી) બાદ લોન સુવિધા પણ તેના દ્વારા મળે છે. આ પોલીસીની શરતોની વાત કરીએ તો લઘુત્તમ 1 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને લઘુત્તમ વાર્ષિક પેન્શન 12 હજાર રૂપિયા નક્કી છે. એક પરિવારનો કોઇપણ બે સભ્યો તેમાં જોઇન્ટ એન્યુટીનો લાભ લઇ શકે છે.

પેન્શન મેળવવા માટે આ છે વિકલ્પ

lic

પેન્શન મેળવવા માટે 10 અલગ-અલગ વિકલ્પ ઉપલબ્ધ છે. Annuity  payable for life at a uniform rate (પ્રતિ માસ પેન્શન વિકલ્પ A) સિલેક્ટ કરવા પર દર મહિને પેન્શનની વ્યવસ્થા થઇ જાય છે. આ પોલીસીમાં રોકાણ કરીને તમે દર મહિને આ રીતે 4 હજારનું પેન્શન મેળવી શકો છો.

  • ઉંમર- 38
  • સમ અશ્યોર્ડ- 900000
  • સંપૂર્ણ પ્રીમિયમ- 016200

પેન્શન

  • વાર્ષિક- 53865
  • અર્ધવાર્ષિક- 26483
  • ત્રિમાસિક- 13118
  • મંથલી- 4346

ઉપરોક્ત ઉદાહરણ અનુસાર જો કોઇ વ્યક્તિ 38 વર્ષની ઉંમરમાં 900000નું સમ અશ્યોર્ડ પસંદ કરે તો તેને કુલ 916200 રૂપિયાના એક પ્રિમિયમની ચુકવણી કરવી પડશે. તે બાદ પ્રતિ માસ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો હોય તો તેને દર મહિને 4346 રૂપિયાનું પેન્શન મળશે.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!