LIC Jeevan Akshay Policy: LICની ઇન્શ્યોરન્સ પોલીસીમાં રોકાણ કરવુ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. LIC ગ્રાહકોને એંડોમેંટ, પેન્શન, ટર્મ અને લાઇફ ટાઇમ વગેરે પ્લાન ઑફર કરે છે. સરકાર દ્વારા સંચાલિત આ કંપનીમાં પૈસા ડૂબવાની ચિંતા પણ નથી રહેતી. આમ તો LICની અલગ-અલગ પોલીસી છે પરંતુ આજે અમે તમને LICની જીવન અક્ષય પોલીસી વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. તેના દ્વારા તમે દર મહિને પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. LICની આ પોલીસીમાં એકસાથે રોકાણ કરી શકાય છે. જીવન અક્ષય LICની એક પોપ્યુલર અને સૌથી વધુ વેચાતી પોલીસીમાંથી એક છે.
LICની આ પોલીસીમાં શુ છે ખાસ

આ એક નૉન લિંક્ડ પોલીસી છે એટલે કે તેને શેર માર્કેટ સાથે કોઇ લેવાદેવા નથી. વાત કરીએ પોલીસીની ખાસિયતોની તો તેના દ્વારા મળતા પેન્શન પર ઇનકમ ટેક્સની 80સી અંતર્ગત ટેક્સ લાગે છે. મિનિમમ એક લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. સાથે જ મહત્તમની કોઇ મર્યાદા નથી.
વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક, અને માસિક આધારે પેન્શન મેળવી શકાય છે. એક પરિવારના કોઇપણ બે સભ્યો તેમાં જોઇન્ટ એન્યુટી લઇ શકે છે. 30થી 85 વર્ષની ઉંમરના લોકો તેમાં રોકાણ કરી શકો છો અને લઘુત્તમ વાર્ષિક પેન્શન 12 હજાર રૂપિયા સુધી નક્કી છે. પોલીસી જારી કર્યાની તારીખથી લઇને 3 મહિના બાદ લોન સુવિધા પણ તેના દ્વારા મળે છે.

આ પોલીસીમાં પેન્શન મેળવવાના 10 અલગ અલગ વિકલ્પ મળે છે. તરત જ પેન્શન મેળવવા માટે Annuity Payable for Life at a Uniform Rate વિકલ્પ પસંદ કરી શકો છે. તેને સિલેક્ટ કરવા પર રોકાણના તરત જ બાદ દર મહિને પેન્શન મળવા લાગે છે.
ઉંમર- 39
સમ અશ્યોર્ડ- 4000000
પ્રિમિયમ- 4072000

પેન્શન
વાર્ષિક- 244800
અર્ધવાર્ષિક- 120400
ત્રિમાસિક- 59650
મંથલી- 19767
ઉપરોક્ત ઉદાહરણ અનુસાર જો કોઇ વ્યક્તિ 39 વર્ષની ઉંમરથી આ પોલીસીમાં રોકાણ કરે અને 4000000નુ સમ અશ્યોર્ડ પસંદ કરે તો તેને કુલ 4072000 રૂપયાનું એક પ્રિમિયમ ભરવાનુ રહેશે. તે બાદ દર મહિને 19767 રૂપિયા પેન્શન રૂપે મળશે. પોલીસીધારકને આ લાભ ત્યા સુધી મળશે જ્યા સુધી તે જીવંત રહે છે.
Read Also
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ