GSTV

અગત્યનું/LICની આ પોલીસીમાં ફક્ત એક જ વાર ભરો રિટર્ન, દર મહિને મેળવો 14,000 રૂપિયા પેન્શન

LIC

ભારતીય જીવન વીમા નિગમ (LIC) રોકાણકારોની પહેલી પસંદ છે. તેમનુ માનવુ છે કે તેમાં તેમના રૂપિયા સુરક્ષિત રહેશે. લોન્ગ ટર્મને જોતા તેમાં રોકાણ માટે અનેક પ્લાન્સ છે. તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે LICની જીવન અક્ષય પોલીસી (LIC Jeevan Akshay Policy) એકદમ સુરક્ષિત છે. આ યોજના અંતર્ગત તમને નિશ્વિત ગેરેન્ટીડ પેન્શન મળતુ રહેશે. આ પોલીસીની ખાસિયત એ છે કે તેમાં ફક્ત એકવાર પ્રીમિયમ ભરવાનું છે અને બદલામાં તમે દર મહિને નિશ્વિત પેન્શન મેળવી શકો છો. આ પોલીસીને 30થી 85 વર્ષ સુધીના વ્યક્તિ લઇ શકે છે.

ઓછામાં ઓછા આટલા રૂપિયાનું કરવુ પડશે રોકાણ

જીવન અક્ષય પોલીસી (LIC)માં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવુ જરૂરી છે. આ પ્લાનને ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે ખરીદી શકાય છે. આમ તો પોલીસીમાં કુલ 10 ઓપ્શન મળે છે. પરંતુ તેનો પહેલો વિકલ્પ એટલે કે ‘A’ સિલેક્ટ કરો તો તમને દર મહિને 14000 રૂપિયાનું પેન્શન મળશે. તેના માટે તમારે ફક્ત એક જ વાર રિટર્ન ભરવાનું છે.

LIC

જો કોઇ વ્યક્તિની ઉંમર 35 વર્ષ હોય તો તેણે 3 લાખ રૂપિયાનું પ્રીમિયમ ચુકવવાનું છે, જેમાં સમ અશ્યોર્ડ 29,46,955 રૂપિયા હશે. આ પ્રીમિયમ આપ્યા બાદ જો તમે ‘A’ વિકલ્પ એટલે કે ‘Annuity Payble for life at a uniform rate’ પસંદ કરો તો તમારી પેમેન્ટ બાદ દર મહિને 14,214 રૂપિયાનું માસિક પેન્શન મળવાનું શરૂ થઇ જશે. સ્કીમનો ફાયદો પોલીસીધારકના જીવંત રહેવા સુધી મળે છે. પોલીસીધારકનુ મૃત્યુ થયા બાદ પેન્શન મળવાનું બંધ થઇ જાય છે.

જીવન અક્ષય-7 એન્યુટી

તમે LICની જીવન અક્ષય પોલીસીમાં 7 એન્યુટીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આ સિંગલ પ્રીમિયમ વાળી નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ અને પર્સનલ એન્યુટી સ્કીમ છે. તેમાં 30થી 85 વર્ષ સુધીની ઉંમરના લોકો રોકાણ કરી શકે છે. આ યોજનામાં દિવ્યાંગો પણ રોકાણ કરી શકે છે. સારી વાત એ છે કે આ પોલીસી અંતર્ગત લોનની સુવિધા પણ મળે છે. આ લાભ તમે પોલીસી લીધાના ત્રણ મહિના બાદ લઇ શકો છો. પોલીસીમાં વાર્ષિક, 6 માસિક, 3 માસિક અને માસિક એન્યુટીમાં ખરીદી શકાય છે. મિનિમમ અન્યુટી 12,000 રૂપિયા વાર્ષિક છે. જ્યારે મહત્તમ રાશિની કોઇ મર્યાદા નથી. જો કોઇ આ પોલીસીમાં 5 લાખથી વધુનું રોકાણ કરે તો તેને એન્યુટી દરમાં વધારા રૂપે ઇન્સેંટિવ પણ મળે છે.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!