GSTV

LIC: એક જ વાર ભરો પ્રીમિયમ, આજીવન દર મહિને મળતા રહેશે 20,000 રૂપિયા, કામની છે આ ખાસ સ્કીમ

lic

દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) એ તેની મુખ્ય વાર્ષિકી યોજના જીવન અક્ષય ફરીથી શરૂ કરી છે. આ યોજના પેન્શન યોજના છે. થોડા મહિના પહેલા LICએ જીવન શાંતિ યોજનાની રજૂઆત બાદ જીવન અક્ષય યોજના પાછી ખેંચી લીધી હતી. જોકે, LICએ જીવન અક્ષય યોજના ફરીથી શરૂ કરી છે.

નવી જીવન અક્ષય પોલીસી

નવેસરથી શરૂ કરવામાં આવેલી જીવન અક્ષય VII પોલીસી હવે LICનો ઇમિડિએટ એન્યુટી પ્લાન છે. તે જ સમયે, જીવન શાંતિ એક ડિફર્ડ એટલે કે સ્થગિત એન્યુટી પ્લાન બની ગયો છે. આ માટે જીવન શાંતિ યોજનામાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેથી જીવન અક્ષય સાથેની કોઈપણ નકલને ટાળી શકાય.

વન-ટાઇમ પ્રીમિયમ આજીવન પેન્શન

LIC ની જીવન અક્ષય પોલીસીમાં, તમે પ્રીમિયમ ભરીને આજીવન દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન મેળવી શકો છો. LICની જીવન અક્ષય યોજના રોકાણકારોને એકસાથે રકમની ચુકવણી પર 10 ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવાની મંજૂરી આપે છે. એટલે કે, જીવન શાંતિને બદલે, A થી J વિકલ્પો ફક્ત LICની જીવન અક્ષય સ્કીમ સાથે ઉપલબ્ધ થશે.

કોણ લઈ શકે છે LICની આ પોલીસી

કોઈપણ ભારતીય નાગરિક આ પોલીસી લઈ શકે છે. જીવન અક્ષય પોલીસીમાં તમે 1 લાખ રૂપિયાના હપ્તાની ચૂકવણી કરીને પેન્શન પણ લઈ શકો છો. પરંતુ 20 હજાર રૂપિયાના માસિક પેન્શન માટે તમારે વધારે રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જીવન અક્ષય હેઠળ ફક્ત 30 થી 85 વર્ષની વયના લોકો જ પાત્ર છે.

lic

20,000 રૂપિયા પેન્શન કેવી રીતે મળશે

જીવન અક્ષય પોલિસીમાં તમને કુલ 10 વિકલ્પો મળશે. આમાં એક વિકલ્પ (A) છે જે અંતર્ગત તમને સિંગલ પ્રીમિયમ પર દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન મળે છે. જો તમને દર મહિને આ પેન્શન જોઈએ છે, તો તમારે દર મહિને પેન્શન વિકલ્પ પસંદ કરવો પડશે. આ માટે તમારે એક સમયે 40,72,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, ત્યારબાદ તમારુ 20 હજાર રૂપિયા માસિક પેન્શન શરૂ થશે.

ધારો કે તમે આ પોલીસીનો વિકલ્પ A અને સમ અશ્યોર્ડનો વિકલ્પ પસંદ કરો છો, તો તમારે ફક્ત 40.72 લાખ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પછી, તમારુ માસિક પેન્શન શરૂ થશે. તમારુ માસિક પેન્શન 20,967 રૂપિયા હશે.

ચુકવણીના વિકલ્પો

આ પેન્શન વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક 4 રીતે ચૂકવણી કરી શકાય છે. તેમાંથી તમને વાર્ષિક ધોરણે રૂ. 2,60,000, છ માસિક ધોરણે રૂ. 1,27,600, ત્રિમાસિક ધોરણે રૂ. 63,250 અને માસિક ધોરણે 20,967 રૂપિયા પેન્શન મળે છે.

આ પોલીસી લેવા પર, શરૂઆતમાં જ એન્યુટીના દરોની ગેરેન્ટી આપવામાં આવે છે. પોલિસી ધારકને આજીવન એન્યુટી ચૂકવવામાં આવે છે. આ પોલીસી ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતે લઈ શકાય છે.

lic

આ છે વિકલ્પો

વિકલ્પ A: ઇમિડિએટ એન્યુટી ફોર લાઇફ

વિકલ્પ B: 5 વર્ષના ગેરેંટી પીરિયડ સાથે ઇમિડિએટ એન્યુટી અને પછી આજીવન ચૂકવણી

વિકલ્પ C: 10 વર્ષના ગેરેન્ટીડ પીરિયડ સાથે ઇમિડિએટ એન્યુટી અને ત્યારબાદ આજીવન ચુકવણી

વિકલ્પ D: 15 વર્ષના ગેરેન્ટીડ પીરિયડ અને ત્યારબાદ ઇમિડિએટ એન્યુટી સાથે આજીવન ચુકવણી

વિકલ્પ E: 20 વર્ષના ગેરેન્ટીડ પીરિયડ અને ત્યારબાદ ઇમિડિએટ એન્યુટી સાથે આજીવન ચુકવણી

વિકલ્પ F: પરચેઝ પ્રાઇઝના રિટર્ન સાથે આજીવન એન્યુટીની ચુકવણી

વિકલ્પ G: વાર્ષિક ધોરણે 3% ના રિટર્ન સાથે આજીવન એન્યુટીની ચુકવણી

વિકલ્પ H:  પ્રાથમિક એન્યુટી કરનારના મૃત્યુ પર સેકેન્ડર એન્યુટીએંટને 50 ટકા એન્યુટી આપવાની જોગવાઇ સાથે આજીવન જોઇન્ટ લાઇફ ઇમેડિએટ એન્યુટી.

વિકલ્પ I: કોઇ એક એન્યુટીએંટના જીવંત રહેવા પર 100 ટકા એન્યુટી આપવાની સાથે આજીવન જોઇન્ટ લાઇફ ઇમેડિએટ એન્યુટી.

વિકલ્પ J: કોઇ એક એન્યુટીએંટના જીવંત રહેવા પર 100 ટકા એન્યુટી આપવા અને અંતિમ સર્વાઇવરના મૃત્યુ પર પરચેઝ પ્રાઇઝ રિટર્ન કરવાના પ્રોવિઝન સાથે આજીવન જોઇન્ટ લાઇફ ઇમેડિએટ એન્યુટી.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!