GSTV
Finance India News Trending

જાણવા જેવુ/ શું તમે પણ LICમાં જમા કરો છો પૈસા, જાણો તમે જમા કરેલા પૈસાનું શુ કરે છે સરકાર?

lic

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો IPO લાવવાનું સરકારે બજેટમાં એલાન કરી દીદુ છે. મનાય રહ્યુ છે કે, LICના IPO દ્વારા સરકાર મોટી રકમ મેળવી શકે છે. હકીકતમાં, LICનું નેટવર્ક દેશમાં સૌથી મોટુ છે અને સરકાર ઈચ્છે છે કે, આ નેટવર્કનો ઉપયોગ IPO દવારા કરવામાં આવે. કર્મચારીઓની વાત કરીએ તો, કંપની સાથે લાખો લોકો જોડાયા છે. જેમા માત્ર એજંટસની સંખ્યા 12 લાખથી વધુ છે. પરંતુ અમે તમને જણાવીશુ કે, LICમાં તમે જમા કરેલા પૈસાનું સરકાર શું કરે છે. ડિસેમ્બર 2019 સુધીમાં કંપનીનું કુલ રોકાણ 30.55 લાખ કરોડથી વધુ છે. જેમાં 648 કરોડ રૂપિયા છે. હિસ્સો ભારત સરકારના વિવિધ કોર્પોરેશનો પાસે છે, બાકીની રકમ પોલિસી ધારકોની છે.

અહિં લગાવાય છે તમારા પૈસા

31 ડિસેમ્બર 2019 સુધી, કંપનીની કુલ રોકાણની રકમના 67 ટકા, 20.6 લાખ કરોડ છે. કંપનીએ જુદી જુદી રીતે રોકાણ કર્યું છે.

  • 20.6 લાખ કરોડમાંથી લગભગ 2 લાખ કરોડની રકમ કંપનીએ અપ્રુવ્ડ બૉન્ડસમાં લગાવેલા છે.
  • લગભગ 4.7 લાખ કરોડ રૂપિયાની રકમ ઈક્વિટી શેયર્સમાં રોકાણ કરાઈ છે.
  • 1 લાખ કરોડની રકમ અલગ-અલગ ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝમાં લગાવાઈ છે.
  • બાકીની રકમ મ્યૂચ્યૂઅલ ફંડસ, સબ્સિડિયરીઝ અને બીજા ડેટ સિકયોરિટીઝમાં રોકાણ કરાઈ છે.
  • ગત વર્ષે જ LICમાં લગભગ 21000 કરોડની રકમ IDBI બેંકની ભાગીદારીમાં લગાવી હતી.

કેટલુ મોટુ છે નેટવર્ક

જીવન વીમા નિગમમાં એક લાખથી વધુ કર્મચારીઓ છે. જો આપણે એજન્ટો વિશે વાત કરીએ, તો આ સંખ્યા 12.08 ની બહાર છે. માત્ર પોલીસી વિશે વાત કરવામાં આવે તો એલઆઈસી એન્ડોવમેન્ટ, ટર્મ ઇન્સ્યુરન્સ, ચિલ્ડ્રન, પેન્શન, માઇક્રો ઇન્સ્યુરન્સ માર્કેટમાં લગભગ 28.92 કરોડ પોલિસી ધરાવે છે. નાણાકીય વર્ષ 2019-20માં, કંપનીએ પ્રીમિયમ આવકમાં 25.17 ટકા વૃદ્ધિ નોંધાવી છે. વીમા બજારમાં એલઆઈસીનો બજાર હિસ્સો 75 ટકાથી વધુ છે. ફક્ત પ્રીમિયમ માર્કેટનો હિસ્સો 68 ટકાથી વધુ છે.

કયારે આવશે IPO

ભારતીય જીવન વીમા નિગમનો પ્રારંભિક સાર્વજનિક નિર્ગમ આ વર્ષે ઓકટોબર બાદ આવવાની સંભાવના છે. સરકારે મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પૂનર્જીવિત કરવા અને પરિયોજનાઓનું નાણાકીય પોષણ કરવા માટે વિનિવેશ કાર્યક્રમથી આગામી નાણાકીય વર્ષમાં 1.75લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

આ કંપનીઓને વેચશે સરકાર

નાણામંત્રી નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, બીઈએમએલ, પવન હંસ, નીલાચલ ઇસ્પત નિગમ લિમિટેડ આગામી નાણાકીય વર્ષમાં આઇપીઓ આવશે. એર ઇન્ડિયા, બીપીસીએલ, પવન હંસ, બીઈએમએલ, શિપિંગ કોર્પ (એસસીઆઈ), નીલાચલ ઇસ્પત નિગમ લિમિટેડ અને ફેરો સ્ક્રેપ કોર્પોરેશન લિમિટેડ (એફએસએનએલ) ની ખાનગીકરણ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું

Moshin Tunvar

દરરોજ 30 મિનિટ ધીમે ધીમે દોડવાથી ગંભીર રોગોનું જોખમ થાય છે ઓછું, જાણો શા માટે તમારે દરરોજ આ કસરત કરવી જોઈએ

Hina Vaja

રાહુલ કે નીતીશ નહીં, ખડગે INDIA ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર બની શકે છે, સોનિયા ગાંધીએ આપ્યા સંકેત

Padma Patel
GSTV