GSTV

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

એલઆઈસી કાર્ડ્સ સર્વિસીસ લિમિટેડ (એલઆઈસી સીએસએલ) એ ગ્રાહકોની સુવિધા માટે રૂપે પ્લેટફોર્મ પર કોન્ટેક્ટલેસ પ્રિપેઇડ ગિફ્ટ કાર્ડ ‘શગુન’ લોન્ચ કર્યું છે. આ માટે તેણે IDBI બેંક સાથે હાથ મિલાવ્યો છે. આ કાર્ડ ભેટની કેશલેસ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બજારમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો પિન દાખલ કર્યા વિના જ કોન્ટેક્ટલેસ રીતે 5000 હજાર સુધીની લેવડદેવડ કરી શકે છે. તેનો ઉપયોગ ઓનલાઇન ખરીદીથી માંડીને બિલ ચૂકવણી વગેરેમાં સરળતાથી થઈ શકે છે.

LIC

શગુન કાર્ડ શરૂઆતમાં એલઆઈસી અને તેની સહાયક કંપનીઓ અને સહયોગીઓ માટે ઉપલબ્ધ રહેશે. જેનો ઉપયોગ સત્તાવાર પરિષદો અને કાર્યો દરમિયાન ઇનામો અને વિશેષ ઇનામો આપવા માટે કરવામાં આવશે. બાદમાં તેનો ઉપયોગ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય ઉપયોગ માટે પણ કરવામાં આવશે.

કાર્ડની મર્યાદા કેટલી?

શગુન ગિફ્ટ કાર્ડમાં તમે તમારી ઇચ્છા મુજબની રકમ પસંદ કરી શકો છો. તે રૂ. 500થી લઇને 10,000 સુધી ઉપલબ્ધ છે. તેની વેલિડિટી 3 વર્ષની છે. એલઆઈસી સીએસએલ આ વિશે જણાવે છે કે, રુપેની વ્યાપક સ્વીકૃતિનો લાભ ઉઠાવતા શગુન ગિફ્ટ કાર્ડનો ઉપયોગ ભારતમાં લાખો વેપારી આઉટલેટ અને ઇ-કૉમર્સ વેબસાઇટ પર થઈ શકે છે.

money

પિનની જરૂર નહીં પડે

કાર્ડધારક શગુન ગિફ્ટ કાર્ડની કોન્ટેક્સલેસ ટેપ-એન્ડ-ગો સુવિધાનો ઉપયોગ પોઇન્ટ ઑફ સેલ (પીઓએસ) ટર્મિનલ્સ પર કરી શકે છે. તેમાં, તમે 5,000 રૂપિયા સુધીની ખરીદી માટે પિન દાખલ કર્યા વિના જ ડિજિટલ ચૂકવણી કરી શકો છો. આ કાર્ડનો ઉપયોગ કોઈને ગિફ્ટ આપવા માટે પણ કરી શકાય છે.

આ સુવિધાઓ પણ શામેલ

શગુન કાર્ડને સરળતાથી ‘એમ-પાસબુક’ મોબાઇલ એપ્લિકેશનથી પણ લિંક કરી શકાય છે. આ સાથે જ ગ્રાહક લેણદેણના સંપૂર્ણ રેકોર્ડને પણ ચેક કરી શકે છે. આ સાથે જ કાર્ડ બેલેન્સ વગેરેની રીઅલ-ટાઇમ એક્સેસ પણ ચકાસી શકે છે. તમે આ કાર્ડનો ઉપયોગ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરાં, જ્વેલરી સ્ટોર્સ, કપડા સ્ટોર્સ, ઓનલાઇન શોપિંગ, યુટિલિટી બિલ, હવાઇ, રેલ્વે, બસ ટિકિટ બુકિંગ વગેરે માટે પણ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!