GSTV
Business Finance Trending

LICની આ સ્કીમમાં દર મહિને 800 રૂપિયા જમા કરતા મળશે, લાખોનો ફાયદો, સાથે અનેક લાભ

LIC

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ લોકોની જુદી જુદી જરૂરિયાતોને જોતા અનેક રીતના પ્લાન રજુ કર્યા છે. LIC એ વીમા પોલિસી ઉપરાંત પેંશન પ્લાન પણ લાવ્યું છે. LIC રોકાણ પર રિટર્ન તો આપે જ છે પણ સાથે સાથે લાઈફ કવરેજ પણ આપે છે. તે પોતાન કસ્ટમર્સને બોનસનો ફાયદો પણ આપે છે. આજે અમે તમને LICની એક એવી પોલિસી અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મેચ્યોરિટી બાદ નિયમિત રીતે પેંશન મળે છે. LIC સાથે સૌથી ખાસ વાત એ છે કે અહીં રોકાણ કરેલ તમારો રૂપિયો ક્યારેય ડૂબવા નહીં દે. તેનું કારણ એ છે કે સરકાર LICમાં જમા કરાવેલ પૈસા પર રોવરેન ગેરંટી આપે છે. જાણો આ પ્લાન વિષે.

LIC

એલઆઇસીની આ પોલિસીનું નામ છે જીવન લાભ. આ સ્કીમઓ લાભ ઓછામાં ઓછી 8 વર્ષની ઉંમરના બાળક માટે પણ લઇ શકાય છે. તો આ સ્કીમમાં રોકાણ કરવાની વધુમાં વધુ ઉંમર 54 વર્ષ છે. આ પોલિસીમાં જો 54 વર્ષની કોઈ વ્યક્તિ રોકાણ કરે છે તો તેની પોલિસીની મર્યાદા 21 વર્ષની થઇ જશે. તો, 25 વર્ષની અવધિ વળી પોલિસી લેવા માટે વધુમાં વવધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. આ પોલિસી બંને સ્થિતિમાં 75 વર્ષની ઉંમરે મેચ્યોર થાય છે.

એલઆઇસી ની આ પોલિસીમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ હોય છે. વધુમાં વધુ સમ એશ્યોર્ડની કોઈ લિમિટ નથી. તેમાં પોલિસી પિરિયડ ત્રણ પ્રકારના હોય છે. આ પોલીસને 16 વર્ષ, 21 વર્ષ, અને 25 વર્ષની સમય મર્યાદા મમાટે લઇ શકાય છે. તેના માટે 10, 15 અને 16 વર્ષ સુધી પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે. મેચ્યોરિટી અવધિ પુરી થતા પોલિસીની પુરે પુરી રકમ મળશે.

આ પોલિસીમાં એક્સિડેન્ટલ ડેથ અને ડિસએબિલિટી બેનીફીટપણ મળે છે. આ ઉપરાંત, ન્યુ ટર્મ ઇન્સ્યોરન્સ અને ન્યુ ક્રિટિકલ રાઇડર બેનિફિટ પણ મળે છે. આ સ્કીમમાં જો પોલિસી હોલ્ડર 30 વર્ષની ઉંમરનો છે તો 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ ખરીદવા પર પોલિસીની અવધિ 25 વર્ષની થશે અને દર મહિને 800 રૂપિયાનું પ્રીમિયમ પણ આપવાનું રહેશે.

એલઆઇસીની આ સ્કીમમાં પ્રતિ 1000 રૂપિયા પર 47 રૂપિયા બોનસ આપવામાં આવે છે. આ રીતે 25 વર્ષના બોનસ આ રૂપમાં અલગથી 90 હજાર પણ મળશે.  આ રીતે, કુલ રકમ 5.25 લાખ રૂપિયા મળશે. તેમાં 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ, 2.35 લાખ રૂપિયા રિવિઝનરી બોનસ અને 90 હજારનું એડિશનલ બોનસ સામેલ છે.

પોલીસી

આ સ્કીમ હેઠળ પોલીસી અવધિ દરમ્યાન જો પોલિસી ધારક નું મોત થા જાય છે તો તેના નોમિનીને 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, નોમિનીને રિવિઝનરી બોનસ એ એડિશનલ બોનસ પણ આપવામાં આવશે. બોનસ એ વાત પર નિર્ભર કેરે છે કે પ્રીમિયમ કેટલા સમય માટે જમા કરાવવામાં આવ્યું છે. આ પોલિસીમાં સતત પ્રીમિયમ ભારત લોન પણ લઇ શકાય છે. 2 વર્ષ પછી પોલિસી સરેન્ડર કરવાની પણ સુવિધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV