GSTV

તમારી પાસે LICની પોલિસી છે? તો થઈ જાઓ સાવધાન, આ રીતે ડૂબી શકે છે બધા જ રૂપિયા

LIC

ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે એલર્ટ જાહેર કરતું રહે છે. LICના જણાવ્યા અનુસાર ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન અને લેન્ડલાઈન પર કોલ કરી ભ્રમિત કરવામાં આવે છે. અમુક લોકો LIC અધિકારી, એજન્ટ અથવા વીમા નિયમનકાર IRDAના અધિકારી બનીને ગ્રાહકોને ફોન કરે છે. આ કોલમાં તે ઈન્શ્યોરન્સ પોલિસી સાથે સંબંધિત ફાયદાઓને વધારીને જણાવે છે. આ પ્રકારે તે વર્તમાન પોલિસી સરેન્ડર કરવા માટે ગ્રાહકને રાજી કરી લે છે.

LIC ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે

LICના જણાવ્યા અનુસાર, પોલિસી સરેન્ડર કરાવીને સારૂ રિટર્ન આપાવવા માટે અમુક ગ્રાહકો પાસેથી સારી રકમ પણ વસુલવામાં આવી છે. જ્યારે અમુક ગ્રાહકો દ્વારા સરેન્ડર કરવામાં આવેલી રકમને ખોટા વચનો આપીને અન્ય જગ્યાઓ પર રોકાણ કરાવી દેવામાં આવ્યા છે. આ પ્રકારે કંપનીનો પ્રતિનિધિ બનીને પોલિસી હોલ્ડર્સને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.   

બોગસ કોલથી રહો સાવધાન

LICએ પોતાની તરફથી જાહેર કરેલા એલર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે કંપની પોતાના ગ્રાહકોને કોઈ પણ પોલિસી સરેન્ડર કરવાની સલાહ નથી આપતી. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તે આ અપુષ્ટ નંબર પરથી આવેલા ફોનને અટેન્જ ન કરે. એલઆઈસીએ ગ્રાહકોને સુચન આપ્યું છે કે તે પોતાની પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ વેબસાઈટ પર રજીસ્ટર કરાવી લો અને ત્યાં જ દરેક જાણકારી મેળવી લો.

LIC

આ ઉપરાંત પણ LICએ પોતાના ગ્રાહકોને ઘણી વાતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે.

  • કંપનીએ કહ્યું છે કે તે કોઈ પણ એવા એજન્ટ પાસેથી જ પોલિસી ખરીદે જેમની પાસે આઈઆરડીએ દ્વારા જાહેર કરેલ લાયસન્સ હોય અથવા એલઆઈસી દ્વારા જાહેર કરેલા આઈડી કાર્ડ હોય.
  • આ ઉપરાંત જો કોઈ પણ ગ્રાહકને કોઈ ભ્રામક કોલ્સ આવે છે તો તે co_crm_fb@licindia પર ઈ મેલ કરી ફરિયાદ દાખલ કરાવી શકે છે.
  • ગ્રાહકોની પાસે LICની વેબસાઈટ પર જઈને ગ્રીવાંસ રિડ્રેસલ ઓફિસરની ડિટેલ્સ લો અથવા તેની સાથે સંપર્ક કરવાનો વિકલ્પ છે. 

Read Also

Related posts

ફરવા જવું છે પણ કંઈ હોટલમાં રોકાઈશું તેની ચિંતા સતાવી રહી છે? તો હવે IRCTC કરશે તમને મદદ

Ankita Trada

સરકારના એક્ટ પર વિપક્ષનું રિએક્ટ/ ગુંડાગીરીને ડામવાના કાયદા તો અનેક છે, પણ તેને અમલમાં મુકવા પણ જરૂરી

Pravin Makwana

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!