GSTV

LIC Policy : માત્ર 100 રૂપિયાના પ્રીમિયમ પર મળશે રૂ. 75 હજારનું ઇન્શ્યોરન્સ કવર, જાણો અન્ય કયા થશે ફાયદાઓ

કોરોના વાયરસ મહામારી બાદ લોકો પોતાની હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સને લઇને હવે એલર્ટ થઇ ગયા છે. એટલે સુધી કે કેન્દ્ર સરકાર પણ સામાન્ય જનતાને હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવવામાં સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય જનતાના દાયરામાં એવા લોકોનો સમાવેશ થાય છે કે, જેઓ સંભવિત રીતે સંગઠિત ક્ષેત્રમાં રોજગાર નથી. આ પ્રકારના લોકો માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ‘આમ આદમી વીમા યોજના’ પેશ કરે છે. તેમાં એક્સિડેન્ટલ ડેથ કવરેજ સિવાય લાઇફ-ટાઇમ પોલિસીની પણ સુવિધા મળે છે.

lic

LIC ની ‘આમ આદમી’ પોલિસી અંતર્ગત ઇન્શ્યોર્ડ વ્યક્તિના પ્રાકૃતિક મૃત્યુ પર 30,000 રૂપિયાનું પોલિસી કવર મળે છે. આ લાભ પોલિસીના ગાળા દરમ્યાન થયેલા મૃત્યુ પર મળશે. આનો અર્થ એ થયો કે, જો કોઇ વ્યક્તિ આ પોલિસીનો લાભ લઇ રહ્યો છે અને આ દરમ્યાન તેનું જો મોત થઇ જાય છે તો નોમિનીને 30,000 રૂપિયા મળી જશે. આ સિવાય, આ LIC પોલિસી દુર્ઘટનાના કારણે થનારા મૃત્યુ અથવા વિકલાંગતાની સ્થિતિમાં પણ લાભ આપશે.

વિકલાંગતાની સ્થિતિમાં પોલિસીધારકને મળશે રૂપિયા 37,500

LIC ‘આમ આદમી બીમા યોજના’ અંતર્ગત વિકલાંગતાની સ્થિતિમાં પોલિસીધારકને 37,500 રૂપિયા મળશે. દુર્ઘટનામાં મૃત્યુ થવા પર નોમિનીને આ પોલિસી અંતર્ગત 75,000 રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળી શકશે.

હકીકતમાં, LIC ‘આમ આદમી વીમા યોજના’ ની બે સોશિયલ સ્કીમ્સને મિલાવીને બનાવવામાં આવેલ છે. આ ‘આમ આદમી વીમા યોજના’ અને જનશ્રી વીમા યોજના છે. આ યોજનાને લૉન્ચ કરવામાં આવી જેથી ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ વર્ગને આનો લાભ મળી શકે. આ સ્કીમ અંતર્ગત ઘરમાં કમાણી કરનારા વ્યક્તિને આનું કવર મળી શકે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ સ્કીમના પ્રીમિયમની ચૂકવણી મળીને કરે છે.

ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરનાર બે બાળકોને મળશે સ્કોલરશિપનો પણ લાભ

LIC ની આ યોજના અંતર્ગત પોલિસીધારકને અન્ય ઘણી સુવિધાઓ મળે છે. આ પોલિસી પર એડઑન પણ મળે છે. આ એડઑન અંતર્ગત ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરનાર બે બાળકોને સ્કોલરશિપ પણ મળે છે. આ નોડલ એજન્સી મૉડલ પર આધારિત છે. નોડલ એજન્સીઓમાં પંચાયત, NGO અને સ્વયં સહાયતા સમૂહ શામેલ છે. નોડલ એજન્સીઓ નજીકની પેન્શન અને ગ્રુપ સ્કીમ્સ ઓફિસ અથવા તો કોઇ LIC ઓફિસ જઇને આ સ્કીમને જોઇન કરી શકે છે.

શું છે આની યોગ્યતા અને કેટલું પ્રિમીયમ આપવું પડશે?

18થી 59 વર્ષની ઉંમરવાળા કોઇ પણ વ્યક્તિ LIC આમ આદમી વીમા યોજનાનો લાભ ઉઠાવી શકે છે. LIC આમ આદમી વીમા યોજનાનું પ્રીમિયમ વાર્ષિક 200 રૂપિયા છે. તેમાંથી 50 ટકા એટલે કે 100 રૂપિયા રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવશે. આ પ્રકાર પોલિસી હોલ્ડરને વર્ષમાં માત્ર 100 જ રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે, એના વિશે વધારે જાણકારી મેળવવા તમે LICની ઓફિશીયલ વેબસાઇટ પર પણ જઇ શકો છો.

READ ALSO :

Related posts

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

Pravin Makwana

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel

અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!