GSTV

લીબિયામાં સંઘર્ષ સતત ચાલુ, ભારતે પોતાના નાગરિકો માટે બહાર પાડ્યો હેલ્પલાઇન નંબર

libya conflict

Last Updated on April 19, 2019 by Alap Ramani

રાજધાની ત્રિપોલી પર કબજો મેળવવા બાબતે લીબિયાની સેના અને  બળવાખોર જનરલ હફ્તારની લીબિયન નેશનલ આર્મી વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 205 લોકોનાં મૃત્યુ થયાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) એ ગુરૂવારે એક ટ્વિટ કરી આ માહિતી આપી છે. આ દરમિયાન ભારતે લીબિયામાં પોતાના નાગરિકોને શક્ય હોય એટલી બધી જ મદદ કરવાનું જણાવ્યું છે.

હેલ્પલાઇન નંબર- 00218-924201771

ડબ્લ્યૂએચઓના જણાવ્યા અનુસાર, ત્રિપોલી પર કબજો મેળવવા બાબતે સેના અને હફ્તારના વફાદાર સૈનિકો વચ્ચે 4 એપ્રિલથી લડાઇ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 200 કરતાં વધારે લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે અને 913 લોકો ઘાયલ થયા છે, જેમનો વિવિધ હોસ્પિટલ્સમાં ઇલાજ ચાલી રહ્યો છે. લીબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના મૃત્યુ બાદ આ ઉત્તર આફ્રીકી દેશ સતત આંતરિક હિંસા સામે લડી રહ્યો છે.

ફૈયલ અલ સિરાજના નેતૃત્વની લીબિયાની સરકાર અને સેનાને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન મળ્યું છે. આ દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી ત્રિપોલીમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય હોય એટલી બધી જ મદદ કરવાનો દિલાસો આપ્યો છે. સાથે-સાથે વિદેશ મંત્રાલયે મદદ માટે બે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યા છે.

Read Also

Related posts

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah

હકીકત કે અફવાઓ: 70 વર્ષ બાદ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન બંધ થઈ જશે, રસી લીધી નહીં હોય તેના ઘરની વિજળી કાપી નાખવામાં આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!