GSTV

ઉદારીકરણ / 1991થી અત્યાર સુધી વ્યક્તિદીઠ આવકમાં 22 ગણો વધારો થયો, લોકોના ખર્ચામાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો

Last Updated on July 26, 2021 by Zainul Ansari

ત્રણ દાયકા પહેલા ઉદારીકરણનો પાયો નાંખનારા દેશના પૂર્વ વડાપ્રધાન અને નાણાપ્રધાન ડો.મનમોહન સિંહે અર્થતંત્રને લઇને ચેતવણી ઉચ્ચારી છે. તેમણે વર્તમાન સરકારને ચેતવતા જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ સ્થિતિ 1991માં હતી. તેવી જ સ્થિતિ આગામી સમયમાં જોવા મળી શકે છે. તેના માટે તૈયાર રહેજો. આગળનો માર્ગ 1991ના સંકટની તુલનાએ વધુ પડકારજનક છે. મનમોહન સિંહે જે 1991ના આર્થિક સંકટ વાત કરી રહ્યા છે. તેને 30 વર્ષ વિતી ચુક્યા છે. આ જ સમયે દેશમાં ઉદારીકરણની શરૂઆત થઇ. આવો જોઇએ આ 30 વર્ષમાં શું શું બદલાયું.

દેશમાં આર્થિક પરિવર્તન માટે ઉઠાવવામાં આવેલા ઉદારીકરણના પગલાને 30 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 1991ના કેન્દ્રીય બજેટમાં તત્કાલીન નાણાપ્રધાન મનમોહન સિંહે ભારતમાં લાયસન્સ રાજને લગભગ ખતમ કરી નાંખ્યું. ઇમ્પોર્ટ-એક્સપોર્ટની નીતિઓમાં ફેરબદલથી ઘરેલું અર્થતંત્રના દરવાજા દુનિયા માટે ખોલી નાંખ્યા. પરિણામ એ રહ્યું કે નવા ભારતનો પાયો નંખાયો. અને આજે આપણે પાંચ ટ્રિલિયન ડોલરની જીડીપીનું સપનું જોઈ રહ્યા છીએ.

1991માં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટની સાથે સરકાર અર્થતંત્ર માટે એલપીજી એટલે કે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનું મોડલ લઈને આવી હતી.

આર્થિક સુધારા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓની અસર સામાન્ય લોકોના જીવન ઉપર પણ પડી. લોકોની રહેણી કરણીની સાથે તેમના ખર્ચ અને આવક બંને પર સીધી અસર પડી. આ પગલાઓના કારણે દેશમાં પ્રતિ વ્યક્તિ આવકમાં 22 ગણો વધારો થયો. એટલુ જ નહીં અન્ય વસ્તુઓ પર ખર્ચ શક્તિ પણ વધી ગઈ.

વર્ષ 1991માં પ્રતિ વ્યક્તિ આવક 538 રૂપિયા પ્રતિ માસ હતી. જે 2021માં વધીને 12 હજાર 410 રૂપિયા પ્રતિ માસ થઇ ગઇ. એટલે કે તેમાં 22.56 ગણો વધારો થયો. રસોઇ ગેસની કિંમત 1991માં 67.9 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. જે 2021માં વધીને 834.5 રૂપિયા થઇ ગઇ. દૂધનો ભાવ 1991માં 5.5 રૂપિયા પ્રતિ લિટર હતો. જે 2021માં વધીને 48 રૂપિયા પ્રતિ લિટર થયો. તેમાં 8.7 ગણો વધારો થયો.

ચોખાની કિંમત 2.3 રૂપિયા પ્રતિ કિલોમાંથી વધીને 19.4 રૂપિયા પ્રતિ કિલો થઇ. તેમાં 8.4 ગણો વધારો નોંધાયો. પેટ્રોલની કિંમત 14.6 રૂપિયા પ્રતિ લિટર હતી. જે 2021માં 7 ગણી વધીને 101.8 રૂપિયા પ્રતિ લિટર થઈ. એક ડોલર સામે રૂપિયાનું મુલ્ય 17.9 હતું. જે 4.1 ગણુ વધીને 73.4 રૂપિયા થઇ ગયું. 1991માં રેફ્રિજરેટરની કિંમત 6800 રૂપિયા હતી. જે દોઢ ગણી વધીને 10 હજાર રૂપિયા થઇ. જ્યારે કે વિમાન ભાડુ 1800 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતુ. જે 1.4 ગણુ વધીને 2021માં 2466 રૂપિયા થઇ ગયું.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!