GSTV

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Last Updated on July 26, 2021 by Zainul Ansari

30 વર્ષ પહેલાં ભારતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા શરૂ થયા. દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કરાયો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું. જેથી આજે આપણી ગણના વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ઉદારીકરણ માટે તે સમયે દેશમાં કેવા મોટા પરિવર્તન કરવામાં આવ્યા હતા.

જૂન-1991માં જ્યારે પીવી નરસિમ્હા રાવ દેશના નવમાં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નાણા મંત્રાલયની કમાન ડો.મનમોહન સિંહના હાથમાં સોંપી. તે સમય સુધી ડો. સિંહ રિઝર્વ બેંકના ગવર્નરની જવાબદારી સંભાળી ચુક્યા હતા.

નાણા પ્રધાન તરીકે જ્યારે મનમોહન સિંહને જવાબદારી મળી તો તેમની સામે ઘણા પડકારો આવ્યા. જેમાં શેરબજારનું હર્ષદ મહેતા કૌભાંડ. દેશનું નબળું અર્થતંત્ર. ઇમ્પોર્ટની જટીલ લાયસેંસિંગ સિસ્ટમ સહિત વિદેશી મૂડી રોકાણમાં સરકારના પ્રતિબંધો સામેલ હતા.

80ના દાયકા સુધી સરકાર જ નક્કી કરતી હતી કે ઉદ્યોગમાં કેટલું પ્રોડકશન થશે. સિમેન્ટ, કારથી લઇને બાઇક પ્રોડકશન સુધી દરેક સેક્ટરમાં સરકારનો કંટ્રોલ હતો. પરિણામ એ રહ્યું હતુ કે 1991માં જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન બન્યા ત્યારે ભારતમાં વિદેશી મુદ્રા ભંડોળ માત્ર 5.80 અબજ ડોલર રહ્યો. જેનાથી દેશમાં માત્ર બે સપ્તાહ સુધીની જ આયાત થઇ શકે તેમ હતી. આ એક ગંભીર આર્થિક સંકટ હતુ. 1991માં તત્કાલીન સરકારે કસ્ટમ ડ્યૂટીને 220 ટકાથી ઘટાડીને 150 ટકા કરી.

rbi

બજેટમાં બેંકો પર આરબીઆઇએ પકડ ઢીલી કરી. જેમાં બેંકોને ડિપોઝીટ અને લોનના વ્યાજ દર તથા લોનની રકમ નક્કી કરવાનો અધિકાર મળ્યો. સાથે જ નવી પ્રાઈવેટ બેંક ખોલવાના નિયમો પણ સરળ બન્યા. પરિણામ એ આવ્યું કે દેશમાં બેંકિંગ સેવાનો વિસ્તાર થયો.

માર્ચ-1991માં કુલ બેંકોની સંખ્યા 172 હતી. જે 2021માં 121 થઇ ગઇ. જેમાંથી ગ્રામીણ બેંકોની સંખ્યા 196થી ઘટીને 43 થઇ ગઇ.

તત્કાલીન કેન્દ્ર સરકારે દેશમાં લાયસન્સ રાજ લગભગ ખતમ કરી નાંખ્યું. તેનાથી કોઇ પણ વસ્તુનું કેટલું પ્રોડકશન થશે અને તેની કેટલી કિંમત હશે. તે બધાનો નિર્ણય માર્કેટ ઉપર છોડી દેવાયો. સરકારે આશરે 18 ઉદ્યોગને છોડીને બાકીના તમામ માટે લાયસન્સની જરૂરિયાતને ખતમ કરી નાંખી.

જો દેશમાં કાર પ્રોડકશનના આંકડા પર નજર કરીએ તો 1991-92માં માત્ર બે કારનું વેચાણ થયું હતુ. જે માર્ચ-1995માં વધીને 3.12 લાખ થઇ ગયું. વર્ષ 2003-04માં આ આંકડો વધીને 10 લાખને પાર પહોંચી ગયો. 2020-21માં 1 કરોડ 52 લાખ 71 હજાર 519 કારનું વેચાણ થયું.

કાર

સરકારના આ પગલાએ ભારતીય ઉદ્યોગો માટે સીધા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્પર્ધાના દ્વાર ખોલી નાંખ્યા. જેનાથી આગામી એક દાયકામાં ભારતીય અર્થતંત્ર રોકેટ ગતિએ વધ્યું.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!