GSTV
Cricket Sports Trending

RR vs PBKS IPL 2022: ત્રણેય સ્ટમ્પ છોડીને રમી રહ્યો હતો બેટ્સમેન, બોલરે અમ્પાયરને કરી ફરિયાદ…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સિઝનમાં રાજસ્થાને પોતાની સાતમી જીત નોંધાવી છે. આ સાથે આ ટીમ પ્લેઓફે પહોંચી ગઈ છે. શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાને પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું.

મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આમાં એક ઘટના પણ જોવા મળી, જ્યારે બેટ્સમેન ત્રણેય સ્ટમ્પ છોડીને રમવા લાગ્યો. તેનાથી પરેશાન બોલરે અમ્પાયરને ફરિયાદ કરી. આ ઘટના પંજાબની બેટિંગ દરમિયાન જોવા મળી હતી.

19મી ઓવરમાં થયો સંપૂર્ણ ડ્રામા

વાસ્તવમાં, પંજાબના 19મી ઈનિંગ રાજસ્થાનના ફાસ્ટ બોલર કૃષ્ણાએ કરી હતી. સ્ટ્રાઈક પર ઉતરેલ લિયામ લિવિંગસ્ટોન ઑફ સ્ટમ્પની આગળ એટલે કે ત્રણેય સ્ટમ્પ છોડીને રમી રહ્યો હતો. આ વલણ બોલરને પસંદ ન આવ્યું અને તેણે અમ્પાયરને ફરિયાદ કરી. આના પર અમ્પાયરે કૃષ્ણાને નિયમો સમજાવ્યા અને બોલિંગ કરવાનું કહ્યું.

ઓવરમાં આ સંપૂર્ણ ડ્રામા પૂરો થયો ન હતો. અમ્પાયરે ઓફ-સ્ટમ્પથી ઘણા આગળ પડેલા બોલને વાઈડ પણ આપ્યો ન હતો. આ જોઈને લિયામ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ત્યાર બાદ લિયામે ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. એવું લાગતુ હતુ કે કૃષ્ણાની સામે લિયામ પૂરી રીતે લડી લેવાના મૂડમાં હતો.

જોકે 5માં બોલ પર લિયામે ફરી એકવાર ત્રણેય સ્ટમ્પ છોડીને બેટિંગ કરી હતી, પરંતુ આ વખતે ક્રિષ્ણાએ ત્રણેય સ્ટમ્પ ઉડાવી દીધા અને લિયામને પેવેલિયન મોકલી દીધો. આ ઓવરમાં કુલ 15 રન થયા હતા.

રાજસ્થાનની ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી

મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 189 રન બનાવ્યા હતા. અંગ્રેજ બેટ્સમેન જોની બેયરસ્ટોએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 18 બોલમાં 38 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમે 4 વિકેટે 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 68 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

READ ALSO:

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV