IPL 2022 ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમમાં રમાઈ હતી. CSKને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, આ સિઝનમાં ટીમની આ સતત ત્રીજી હાર હતી. સમગ્ર મેચમાં પંજાબનો દબદબો રહ્યો, પહેલા બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવ્યો, પછી બોલરોએ ચેન્નાઈના બેટ્સમેનોને જોરદાર રીતે પરેશાન કર્યા. આ મેચમાં પંજાબના બેટ્સમેનોના ઘણા મોટા શોટ્સ જોવા મળ્યા હતા, પરંતુ એક સિક્સની સૌથી વધુ ચર્ચા થઇ કારણ કે આ સિક્સ આ સિઝનની અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ છે.
IPL 2022 ની સૌથી લાંબી સિક્સર
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સનો હીરો લિયામ લિવિંગસ્ટોન હતો. લિવિંગસ્ટોનના બેટથી વિસ્ફોટક ઇનિંગ જોવા મળી અને આ ઇનિંગે ચેન્નાઇ માટે હારની કહાની લખી. આ મેચમાં લિવિંગસ્ટોને 5 સિક્સર ફટકારી હતી, જેમાંથી એક સિક્સ આ સિઝનની સૌથી લાંબી સિક્સ હતી. લિવિંગસ્ટોને મુકેશ ચૌધરીની ઓવરમાં મેચની પાંચમી ઓવરમાં આ કારનામું કર્યું હતું, ચૌધરીની આ ઓવરમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ 26 રન કર્યા હતા. આ ઓવરના પહેલા જ બોલ પર લિવિંગસ્ટોને 108 મીટરની સિક્સ ફટકારી, આ સિક્સ સ્ટેન્ડમાં બેઠેલા ફેન્સ પર સીધો પડ્યો. લિવિંગસ્ટોરે મુકેશની ઓવરમાં ત્રણ ફોર અને બે મોટી સિક્સર ફટકારી હતી.
અહીં જુઓ લિવિંગ્સ્ટનની આ સિક્સર
Mukesh Choudhary to Livingstone, SIX, 🎈 masssiveeee!#CricketMasterUpdater pic.twitter.com/GevVxnUnRW
— Live Cricket Master Updater (@MohsinM55415496) April 3, 2022
આ સિઝનમાં સૌથી લાંબી સિક્સરનો રેકોર્ડ
- બેટ્સમેન અને સિક્સર
- લિયામ લિવિંગસ્ટોન – 108 મીટર
- લિયામ લિવિંગસ્ટોન – 105 મીટર
- જોસ બટલર – 101 મીટર
- ઇશાન કિશન – 98 મીટર
લિઆમનીવિસ્ફોટક ઇનિંગ
આ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને શાનદાર ઇનિંગ રમી હતી. લિવિંગસ્ટોન 32 બોલમાં 60 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, આ ઈનિંગમાં તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા અને 187.50ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. લિવિંગસ્ટોને આ મેચમાં 3 ઓવર પણ નાખી હતી જેમાં તેણે 8.33ની ઈકોનોમીથી 25 રન આપ્યા હતા અને 2 વિકેટ પણ લીધી હતી. લિવિંગસ્ટોને આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચમાં 98 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે.

પંજાબની શાનદાર જીત
સીએસકેના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKના બોલરો તરફથી પણ સારી શરૂઆત જોવા મળી હતી પરંતુ લિયામ લિવિંગસ્ટને મેદાન પર ઉતર્યા બાદ પોતાની આગવી શૈલીમાં બેટિંગ શરૂ કરી અને આખી મેચ બદલી નાખી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. પરંતુ 181 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈની ટીમ 18મી ઓવર સુધી ઓલઆઉટ થઈ ગઈ હતી. CSKએ માત્ર 126 રન બનાવ્યા અને આ સિઝનમાં સતત ત્રીજી મેચ હારી.
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી