LG ટૂંક સમયમાં લૉન્ચ કરશે પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન, લીક ઈમેજથી સામે આવ્યું ફીચર

ઈલેક્ટ્રૉનિક ઉત્પાદન નિર્માતા કંપની LGએ 5G ક્ષમતા ડેવલપ કરવા માટે Sprint સાથે ભાગીદારી કરી હતી. હવે સમાચાર આવી રહ્યાં છે કે કંપની પોતાનો પ્રથમ 5G સ્માર્ટફોન 2019ના ફર્સ્ટ હાફમાં લૉન્ચ કરી દેશે.

મનાઈ રહ્યું છે કે આ સ્માર્ટફોન LG V50 ThinQ હશે. સ્માર્ટફોનની તસ્વીર ઑનલાઈન સામે આવી છે. ઈમેજ પરથી મળેલી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હાજર છે. ડ્યૂઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપની સાથે LG V50 ThinQમાં નૉર્ચ ડિસ્પ્લે હાજર હશે. આ 5G હેન્ડસેટમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 855 ચિપસેટમાં હાજર થઇ શકે છે. આ સિવાય આ સ્માર્ટફોન 4000mAh બેટરીથી સજ્જ હશે. આ કંપનીનો પહેલો 5G સ્માર્ટફોન હશે.

આ અગાઉ જાન્યુઆરીમાં લૉન્ચ થયેલા LG V40 ThinQ સ્માર્ટફોનમાં કુલ પાંચ કેમેરા આપવામાં આવ્યાં છે. આ સ્માર્ટફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જ્યારે તેના ફ્રન્ટમાં બે કેમેરા આપવામાં આવ્યા છે. ફોનના પાછળના ભાગમાં 16 મેગાપિક્સલનો 1 અને 12-12 મેગાપિક્સલના 2 કેમેરા આપવામાં આવ્યા છે. LGના આ સ્માર્ટફોનમાં ટ્રિપલ શૉર્ટ ફીચર છે, જેનાથી એકસાથે ત્રણેય લેન્સથી કેપ્ચર થયેલી ઈમેજ એક નાના વીડિયોમાં કન્વર્ટ થાય છે. ફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો વાઈડ-એન્ગલ લેન્સ અને બોકેહ ઈફેક્ટ માટે 8 મેગાપિક્સલ સ્ટાન્ડર્ડ કેમેરો છે.

LG V40 ThinQમાં 6.4 ઈંચની ફુલવિજન ઓલેડ ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. સ્ક્રીનનું રેઝૉલ્યૂશન 3120 x 1440 પિક્સલ છે અને સુરક્ષા માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. LG V40 ThinQમાં ઑક્ટા-કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને અડ્રેનો 630 જીપીયૂ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 6GB રેમની સાથે 64GB/128GB ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. માઇક્રોSD કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને 2TB સુધી વધારી શકાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter