GSTV
Home » News » LGએ રજૂ કર્યા ડ્યૂઅલ એર કન્ડિશનર્સ, જાણો કિંમત

LGએ રજૂ કર્યા ડ્યૂઅલ એર કન્ડિશનર્સ, જાણો કિંમત

LG ઈલેક્ટ્રોનિક્સે બ્યૂરો એનર્જી એફિશિઅન્સીની 5 અને 3 સ્ટાર રેટિંગની સાથે 54 નવા AC મૉડલ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. LG ડ્યૂઅલ કૂલ એર કન્ડિશનર્સની કિંમત 31,990 રૂપિયાથી 69,990 રૂપિયા સુધી હશે.

કંપની મુજબ, 5 સ્ટાર રેટિંગવાળા એસી વેરિએબલ ટોનેજ ટેક્નૉલોજી પર કામ કરે છે. આ ટેકનિક દ્વારા કમ્પ્રેસર સ્પીડને કંટ્રોલ કરવામાં આવે છે. જેનાથી જેની જરૂરિયાત મુજબ કુલિંગ એડજસ્ટ કરવામાં આવે છે. આ એવી કંપનીની સ્માર્ટ થિંક્યૂ ટેકનોલોજી સાથે આવે છે, જેનાથી યૂઝર પોતાના એસીને એક એપ દ્વારા કોઈ પણ જગ્યાએથી કંટ્રોલ કરી શકે છે. LGના એર કન્ડિશનર્સ ઓશિયન બ્લેક પ્રોટેક્શનની સાથે આવે છે, જે તેને જંગ લાગતા બચાવે છે.

આ ફીચર્સથી સજ્જ છે LGના એર કન્ડિશનર્સ

ડ્યુઅલ ઈન્વર્ટર કમ્પ્રેસર: કંપની મુજબ આ એવી ડ્યૂઅલ ઈન્વર્ટર કમ્પ્રેસરથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે આ કમ્પ્રેસરન ડ્યૂઅલ રોટેટરી મોટર અને સારી રોટેશનલ ફ્રીકવન્સીથી ફાસ્ટ કૂલિંગ, નૉઈસ રિડક્સશન વાઈબ્રેશન લેવને કંટ્રોલ કરવામાં આવે છે.

મૉસ્કીટો અવે ટેકનૉલોજી: કંપનીની નવી રેન્જ મૉસ્કીટો અવે ટેકનૉલોજીથી સજ્જ છે. જેનાથી મચ્છરોથી થતી બિમારીઓને પ્રોટેક્શન મળે છે.

હાઈ ગ્રુવ્ડ કૉપર: કંપની મુજબ હાઈ ગ્રુવ્ડ કૉપર ઓસ્કિલેટરી મૂવમેન્ટને કંટ્રોલ કરે છે, જેનાથી રેફ્રિજરેટર સારી હીટ પ્રોડ્યૂસ કરે છે સાથે તેનાથી પાઈપ સ્ટ્રક્ચરને મજબૂતી મળે છે, જેનાથી પાઈપ્સ હાઈ પ્રેસરમાં કામ કરી શકે.

એક્ટિવ એનર્જી કંટ્રોલ: ગરમીના મૌસમમા એસીનો ઉપયોગ ખૂબ મોંઘો હોય છે. કંપનીનો દાવો છે કે એક્ટિવ એનર્જી કંટ્રોલ ટેક્નૉલોજીથી 57 ટકા સુધી પાવર સેવ કરે છે, જેનાથી તમને વિજળી બિલમાં રાહત મળશે.

READ ALSO

Related posts

…તો કાલે નહી આવે લોકસભા ચૂંટણી 2019નાં ફાઈનલ પરિણામો

Mansi Patel

સુદીરમાન કપમાં ભારતીય ટીમનો મલેશિયા સામે 2-3થી પરાજય

Path Shah

અમદાવાદમાં દીક્ષા લઇ રહેલા મુમુક્ષુનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો, મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!