પોસ્ટરની જેમ વાળીને જોઇ શકશો TV : આ કંપની કરશે લૉન્ચ, જાણો અન્ય ખાસિયતો

LG ઇલેક્ટ્રોનિક્સ એક એવું ટેલિવીઝન લાવવાની તૈયારીમાં છે જેને પોસ્ટરની જેમ વાળીને જોઇ શકાશે. એટલે કે જો તમારુ ટીવી જોવાનું મન ન હોય તો તમે તેને પોસ્ટરની જેમ વાળીને બોક્સમાં મૂકી શકો છો. ઓ મોટી સ્ક્રીન વાળુ ટીવી હશે.

એક અહેવાલ અનુસાર કંપનીની આ કવાયતનો ઉદ્દેશ પોતાના નબળા પડી રહેલા બિઝનેસને વધારવાનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 65 ઇંચનું આ ટીવી એક બટનથી જ ગેરાજ ડોરની જેમ ઓટોમેટિકલી જ બંધ થઇ જશે.

LG ના આ ટીવીમાં OLED સ્ક્રીન હશે. જે ક્લીયર ઇમેજ આપશે. સાથે જ તેને કોઇ ટ્રેડિશનલ LCD કે LEDની સરખામણીએ વધારે સરળતાથી ફોલ્ડ કરી શકાશે. કંપનીને આશા છે કે આ ટીવીથી તેના બિઝનેસને મજબૂતી મળશે.

આ ટેલિવિઝનની ખાસ વાત એ હશે કે જ્યારે તમે તેનો ઉપયોગ ન કરી રહ્યાં હોય તો તમે તેને ફોલ્ડ કરીને બોક્સમાં મુકી શકો છો. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં રોલેબલ સ્ક્રીન ટેક્નોલોજી લૉન્ચ કરી હતી પરંતુ કંપની 2019માં તેને ટેલિવિઝનમાં લઇને આવશે. જો કે એલજીએ આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે એલજીની સેમસંગની જેમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવવાની કોઇ યોજના નથી. કંપનીનું માનવું છે કે તે પ્રોફિટેબલ નહી હોય.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter