GSTV

90 ડિગ્રી સુધી સ્ક્રીન ફરશે, ક્યારેય ન જોયો હોય તેવો ભારતમાં સ્માર્ટફોન લોન્ચ કરશે LG

ટેક બ્રાન્ડ LGએ ભારતમાં ક્યારેય ન જોયો હોય તેવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સ્માર્ટફોનનું નામ LG Wing છે, જેની વિશેષતા એ છે કે, તમે તેની સ્ક્રીન 90 ડિગ્રી સુધી ફરાવી શકો છો સાથે જ જેવી આ સ્ક્રીન ફરાવશો તેમ તુરંત જ નીચેની બાજુએ ચોરશ ડિસ્પ્લે જોવા મળે છે. ભારતમાં આ તારીખે લોન્ચ થશે LG Wing હાલ કંપની તેને લોન્ચ કરવાની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને સત્તાવાર આમંત્રણ પણ મોકલવામાં આવી રહ્યા છે.

ભારતમાં લોન્ચ કરવાની તૈયારી

દક્ષિણ કોરિયન કંપની LGએ ગત મહિને વૈશ્વિક સ્તરે તેનો ખૂબ જ ખાસ ફોન લઈને આવી છે અને 28 ઓક્ટોબરે તે ભારતમાં લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઈન્વાઈટ પર #ExploretheNew લખાયેલું છે અને કોઈપણ ફોનના નામનો કંપનીએ ઉલ્લેખ કર્યો નથી. જોકે તેની પાછળ જોવા મળી રહેલ શેડોમાં LG Wingની ડિઝાઈન જોવા મળી રહી છે. ફોન સંપૂર્ણપણે નવી ડિઝાઇન સાથે જોવા મળી રહી છે અને આવો સ્માર્ટફોન તમે પહેલા ક્યારે ભારતમાં જોયો નહીં હોય. LG Wing ખાસીયત આ સ્માર્ટફોનમાં બે સ્ક્રીન આપવામાં આવી છે, જેમાંથી એકને 90 ડિગ્રી સુધી ફરાવી શકાય છે. ખાસ વાત એ છે કે, જો તમે મુખ્ય સ્ક્રીનને ન ફેરવો તો અન્ય સામાન્ય ફોનની જેમ ઉપયોગ કરી શકાય છે અને તે અન્ય સ્માર્ટફોનની જેમ જ જોવા મળશે.

ભારતમાં લોન્ચ કરવાની તૈયારી

બે સ્ક્રીન હોવાના કારણે આ સ્માર્ટફોનની જાડાઈ જરૂરથી વધી જશે. જોકે, તેની બીજી સ્ક્રીન ખુબ જ ઉપયોગી છે. 260 ગ્રામ ધરાવતા LG Wing સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો, આમાં 6.8 ઈંચની ક્વર્ડ P-OLED ડિસ્પ્લે Full HD+ રિઝોલ્યુશન છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 20.5:9 છે. જ્યારે મુખ્ય ડિસ્પ્લેની નીચે આપવામાં આવેલ બીજુ ડિસ્પ્લે 3.9 ઈંચની G-OLED પેનલવાળી ડિસ્પ્લે છે. આમાં Full HD+ રિજોલ્યુશન છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 1.15:1 છે. એક ખાસ મિકેનિજ્મની મદદથી મુખ્ય સ્ક્રીનને રોટેટ કરી શકાય છે અને બીજી સ્ક્રીન ચોરસ તરીકે જોવા મળે

સેલ્ફી કેમેરાવાળો LGનો પ્રથમ સ્માર્ટફોન

Awaken the explorer within you with #LGMobile – The #Innovation of Tomorrow. Explore the Future, #ExploreLG, Explore You!#LGMobile #ExploretheNew #Multitasking #India #LaunchingSoon pic.twitter.com/Cn9aBE16dA 32MP પૉપ-અપ સેલ્ફી કેમેરા LG Wingના ફિચરની વાત કરીએ તો તેમાં ક્વાલકૉમ સ્નૈપડ્રૈગન 765G પ્રોસેસર, 8GB રેમ, 256GB સુધીનું સ્ટોરેજ છે. આ પૉપ-અપ સેલ્ફી કેમેરાવાળો LGનો પ્રથમ સ્માર્ટફોન છે. આમાં 32MP સેલ્ફી કેમેરા ઉપરાંત રિયર પેનલમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ચોરશ મોડ્યૂલમાં છે.

13MPનો એલ્ટ્રાવાઈડ કેમેરો

સેટઅપમાં 64MP પ્રાઈમરી લેન્સ ઉપરાંત 12MP અલ્ટ્રાવાઈડ સેંસર અને 13MPનો એલ્ટ્રાવાઈડ કેમેરો છે. કંપનીનું માનીએ તો આ સ્માર્ટફોનની ડિસ્પ્લે ખાસ મિકેનિઝ્મ સાથે 200,000 વખત રોટેટ કરી શકાય છે અને સેકન્ડરી ડિસ્પ્લે પર ખાસ પૉલી-ઓક્સી-મેથલીન (POM) કોટિંગ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

રૂપાણી સરકારની વધશે મુશ્કેલી : કોરોનાકાળમાં શિક્ષકોની આ માગ નહિં સતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva

બુમરાહને માત્ર બે જ ઓવર, કોહલીની આ તે કેવી કપ્તાની, ગૌતમ ગંભીરે વ્યક્ત કરી અકળામણ

pratik shah

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!