GSTV
Home » News » મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી હોવાથી ભારતીય કિસાન સંઘે ગુજરાતના કૃષિ પ્રધાનને લખ્યો પત્ર

મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી હોવાથી ભારતીય કિસાન સંઘે ગુજરાતના કૃષિ પ્રધાનને લખ્યો પત્ર

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી તેમજ અડદ અને મગની ખરીદી તો ચાલી રહી છે. પરંતુ આ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી ભારતીય કિસાન સંઘે આ મામલે કૃષિપ્રધાન આર.સી. ફળદુને પત્ર લખ્યો છે.

કિસાન સંઘે માંગણી કરી છે કે ટેકાના ભાવે થતી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે. તેમજ મગફળીની ખરીદી બાદ 10 દિવસની અંદર ખેડૂતોને તેમના પૈસા મળી જાય તેવી વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે. હજુ વિવિધ કારણોસર મગફળીની નોંધણી બાકી રહી ગઇ હોવાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરી એક વખત ચાલુ કરવાની કિસાન સંઘની માંગ છે.

કિસાન સંઘનું કહેવું છે કે અડદની ખરીદીમાં જે માલ આવે છે તે પૈકી 60 ટકા જ લેવામાં આવે છે. બાકીનો માલ અમાન્ય ગણી ખેડૂતોને પરત કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે.

READ ALSO

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!