શિક્ષણપ્રધાનને લખવામાં આવ્યો પત્ર, મધ્યાહન ભોજન ન મળતા બાળકો બની રહ્યા છે કુપોષણનો શિકાર

એક તરફ રાજયમાં એક પણ બાળક કુપોષણથી ન પીડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજયના મધ્યાહન ભોજન યોજનાના પ્રમુખે શિક્ષણપ્રધાનને પત્ર લખીને બાળકોને મધ્યાહન ભોજન સમયસર નથી મળતું તેવી ફરિયાદ કરી છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે નાફેડ પાસે ઉપલબ્ધ જથ્થાનું સેમ્પલીગ કરી ને ખાદ્ય અને અખાદ્યનો રિપોર્ટ આપવામાં આવે છે. અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ જ્યારે કઠોળનો જથ્થો ઉપાડવામાં આવે ત્યારે ફરી પાછું સેમ્પ્લીંગ કરવાનું કહીને મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે કઠોળ અને તેલનો જથ્થો સમયસર પહોંચાડવામાં આવતો નથી.

જેના કારણે બાળકોને ભોજનથી વંચિત રહેવું પડે છે. બાળકોને પોષણ ન મળતા તેઓ કુપોષણનો શિકાર બની રહ્યા હોવાનું મધ્યાહન ભોજન યોજનાના પ્રમુખે જણાવ્યું છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter