GSTV
Home » News » જાણો સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને લખેલા પત્ર વિશે વિગતે

જાણો સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને લખેલા પત્ર વિશે વિગતે

સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને પત્ર લખ્યો છે. પત્રમાં અસ્થાનાએ સીબીઆઈની ડિરેક્ટર આલોક વર્મા પર ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો છે. અસ્થાનાએ આ પત્ર 15મી ઓક્ટોબરના રોજ સીવીસીને લખ્યો હતો. પત્રમાં અસ્થાનાએ જણાવ્યુ હતુ કે, આલોક વર્મા એન્ટિ કરપ્શન બ્રાંચમાં દાખલ થયેલા કેસમાં ખોટી રીતે ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. આ કેસમા જાણી જોઈને એવા અધિકારીની તપાસ ટીમમાં નિમણૂક કરવામાં આવી છે. જેમની છબી શંકાસ્પદ છે.

આલોક વર્માએ કાવતરાના ભાગ રૂપે અજય બસ્સીની નિમણૂક કરીને મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. રાકેશ અસ્થાનાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, મારી અને મારા પરિવારના સભ્યોની કોલ ડિટેઈલ્સ તપાસમાં આવી રહી છે. અજય બસ્સી, અશ્વિની ગુપ્તા, સ્ટાફ ઓફિસર અને એકે શર્મા દબાવામાં આવીની ફસાવાવનું કામ કરી રહ્યા છે. આ ત્રણેય અધિકારીને નિયુક્ત કરીને ષડ્યંત્ર રચવામાં આવી રહ્યુ છે. અસ્થાનાએ સીવીસીને જણાવ્યુ કે, મને ફસાવવા માટે ગુજરાત કેડરના વર્મા અને શર્માએ વડોદરા, સુરત અને અમદાવાદમાં તપાસ ટીમને મોકલી હતી. જેથી મારી છબીને નુકસાન પહોંચાડવામાં આવે. આ ઉપરાંત અસ્થાનાએ પત્રમાં પોતાને સુરક્ષા પુરી પાડવાની પણ માગ કરી છે.

 

Related posts

Poll of Polls એક્ઝિટ પોલ: UPમાં ભાજપનું ધોવાણ, આ રાજ્યોમાં NDAને મળશે બહુમતિ

Riyaz Parmar

Exit Poll: ઉત્તરાખંડમાં કમળ ખીલશે, મળશે આટલી બેઠકો

Nilesh Jethva

Exit Poll: રાજસ્થાનમાં ભાજપ આગળ, કોંગ્રેસના સુપડા સાફ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!