GSTV
Home » News » થઈ જાઓ માલામાલ: ગૂગલ એકદમ સરળ રીતે આપે છે સીધા ખાતામાં 9 હજાર રૂપિયા, કરો આટલું

થઈ જાઓ માલામાલ: ગૂગલ એકદમ સરળ રીતે આપે છે સીધા ખાતામાં 9 હજાર રૂપિયા, કરો આટલું

ગૂગલ દ્વારા તમે સરળતાથી 9 હજાર રૂપિયા કમાઇ શકો છો. વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની ભારતીય નાગરિકોને આ વર્ષમાં કમાણી કરવાની તક આપે છે. તેના માટે તમારે માત્ર Google duo એપ્લિકેશનની લિંક તમારા મિત્રો અને સંબંધીઓને મોકલવાની રહેશે. દરેક ડાઉનલોડ પર Google તમને કેશ રીવોર્ડ આપશે.

મિત્રો પણ કરી શકશે કમાણી

જો તમારા મિત્રો Google duoની લિંક ડાઉનલોડ કરે છે તો પછી તેને પણ રીવોર્ડ મળશે. આમ કરવાથી તમારા મિત્રો પણ સરળતાથી કમાણી કરી શકે છે. જો તમારા મિત્રો પણ તમારા સંબંધીઓને લિંક શેર કરે છે તો પછી તેને પણ પૈસા મળશે. જોકે કેશ રીવોર્ડ તો જ મળશે, જો પહેલા ક્યારેય આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, નવા નંબર પર એપ્લિકેશન ડાઉનલોડ કરવા પર જ રીવોર્ડ મળશે.

ખાતામાં ટ્રાન્શફર થશે પૈસા

જેટલો પણ રીવોર્ડ તમને મળશે તે ગૂગલ પે દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં આવશે. ગૂગલ આ પૈસા કોઈ પણ વૉલેટમાં આપશે. આ પૈસાનો ઉપયોગ તમે સરળતાથી કરી શકો છો. આ ઓફરની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે તમે Googleના પૃષ્ઠ પર જોઈ શકો છો અથવા તો સીધા જ આ લિંક પર https://duo.google.com/inviterewards/terms/#!#india ક્લિક કરી શકો છો.

તેમાં યૂઝર્સ વધુમાં વધુ 30 રિવોર્ડસ જીતી શકે છે અને દરેક સ્ક્રેચ કાર્ડની લિમિટ 1000 રૂપિયા છે. રિવોર્ડ માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સને જ મળશે. તેમજ તેનો ફાયદો લેવા માટે તમારા ફોનમાં ગૂગલ પે હોવુ જરૂરી છે.

READ ALSO

Related posts

દિવાળીમાં તમારા ઘરને સજાવો આ પદ્ધતિથી મહેમાનો આગળ પડી જશે વટ

Dharika Jansari

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

દિવાળીના નાસ્તામાં સરસ મજાની બનાવો મિની ભાખરવડી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!