GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

નોટબંધી ‘તઘલખી ભોપાળુ’ હતું એ પ્રજાને ભૂલવા નહીં દઈએ : સોનિયા ગાંધી

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે મોદી સરકારને નોટબંધી મારફત લાખો લોકોની આજીવિકાં ઝૂંટવી લેવા માટે જવાબદાર ઠેરવ્યા અને કહ્યું તેમનો પક્ષ રાષ્ટ્રને ક્યારેય ભૂલવા નહીં દે કે નોટબંધીનો નિર્ણય ‘તઘલખી ભોપાળુ’ હતું.રાહુલ ગાંધીએ પણ નોટબંધીને ત્રણ વર્ષ પૂરા થવાના પ્રસંગે મોદી સરકાર પર હુમલો કર્યો હતો અને નોટબંધીને દેશના આૃર્થતંત્ર પર ‘ટેરર એટેક’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું નોટબંધીએ દેશમાં અનેક લોકોનો ભોગ લીધો અને લાખો લોકોને બેરોજગાર કર્યા હતા.

સોનિયા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન અને તેમના સાથીઓએ ક્યારેય આ ‘તઘલખી ભોપાળા’ની જવાબદારી સ્વીકારી નથી. પીએમ મોદીના આ તઘલખી નિર્ણયને કારણે દેશમાં 120થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તે દેશના મધ્યમ અને નાના ઉદ્યોગો માટે મરણતોલ ફટકા સમાન સાબિત થયો હતો.મોદી સરકાર આ મૂર્ખામી ભરેલા અને ટૂંકી દૃષ્ટીથી લેવાયેલા નિર્ણય બદલ જવાબદારી ઢોળી દેવાનો ગમે તેટલો પ્રયાસ કરે પરંતુ રાષ્ટ્ર અને તેના લોકો આ નિર્ણય માટે મોદી સરકારને જ જવાબદાર ઠેરવશે.

વડાપ્રધાન અને તેમના સાથીઓએ વર્ષ 2017થી નોટબંધીના મુદ્દે ચૂપકીદી સેવી દીધી છે. તેમને આશા છે કે રાષ્ટ્ર આ ઘટનાને ભૂલી જશે. તેમની કમનસીબીએ કોંગ્રેસ રાષ્ટ્ર કે ઈતિહાસને ક્યારેય આ બાબત ભૂલવા નહીં દે અને આ નિર્ણય માટે ભાજપને માફ પણ નહીં કરે. કારણ કે ભાજપથી વિરૂદ્ધ અમે ‘રાષ્ટ્રીય હિતો’ માટે કામ કરીએ છીએ. સોનિયા ગાંધીએ વર્ષ 2016ની 8મી નવેમ્બરને યાદ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ રૂ. 500 અને રૂ. 1000ની નોટો પર પ્રતિબંધ મૂકતાં વચન આપ્યું હતું કે રાષ્ટ્રમાંથી કાળુ નાણું બહાર આવશે, નકલી નોટો દૂર થશે અને આતંકવાદ તથા નક્સલવાદ પર અંકુશ મૂકાશે.

ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ કહ્યું હતું કે કાળા નાણાંનું પ્રમાણ રૂ. 3,00,000 કરોડ જેટલું છે, જે સિસ્ટમમાં પાછંટ આવી શકશે નહીં. દેખીતી રીતે જ નોટબંધીના આ ત્રણ વર્ષમાં આ બધા જ માપદંડો પર વડાપ્રધાન નિષ્ફળ સાબિત થયા છે. આરબીઆઈએ પોતે કબૂલ્યું છે કે રૂ. 500 અને રૂ. 1000ની 99.3 ટકા નોટો બેન્કોમાં પાછી ફરી હતી.આ સમયમાં આતંકવાદ અને નક્સલવાદની પ્રવૃત્તિઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં 22 ટકાનો વધારો થયો હોવાનું સરકારના પોતાના આંકડાઓ પરથી સાબિત થાય છે. નોટબંધી મુદ્દે રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે નોટબંધી દેશના આૃર્થતંત્ર પર એક એવો ટેરર હુમલો હતો, જેણે અનેક લોકોના જીવ લઈ લીધા, લાખો લોકોને બેરોજગાર કરી દીધા.

READ ALSO

Related posts

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!