GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભાજપના આ મુખ્યમંત્રીએ અમિત શાહને પણ ન ગણકાર્યા, આપી ધમકી કોઈ સમજૂતી નહીં કરાય

ભાજપ અધ્યક્ષ અમિત શાહે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે સમગ્ર દેશમાં એક જ ભાષા હિંદીને લાગુ કરવી જોઇએ. જોકે અમિત શાહની આ દલીલોને તેના જ પક્ષ ભાજપના કર્ણાટકના દિગ્ગજ નેતાએ નકારી દીધી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં કન્નડ ભાષાની સાથે કોઇ પણ પ્રકારની સમજૂતી કરવામાં નહીં આવે.

CM Yeddyurappa

અમે કોઇ પણ સંજોગોમાં તેની સાથે સમજૂતી કરવા માટે તૈયાર નથી

યેદિયુરપ્પાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આપણા દેશમાં દરેક ભાષાઓ સમાન છે, જોકે જ્યાં સુધી કર્ણાટકનો સવાલ છે તો કન્નડ મુખ્ય ભાષા છે અને અમે કોઇ પણ સંજોગોમાં તેની સાથે સમજૂતી કરવા માટે તૈયાર નથી. અમે કન્નડ અને રાજ્યની સંસ્કૃત્તિને મહત્વ આપવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. કર્ણાટકના મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 

અમિત શાહે હિંદી દિવસ પર ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે પુરા દેશની એક ભાષા હોવી જોઇએ, અને તે જરૂરી પણ છે કે જેથી વિશ્વમાં તે ભાષા ભારતની ઓળખ પણ બને. અમિત શાહે હિંદી ભાષાને સમગ્ર દેશમાં લાગુ કરવાની તરફેણ કરી હતી. જોકે દક્ષિણ ભારતમાં હિંદીનું ચલણ ઓછુ છે અને ત્યાં ગુજરાતની જેમ સૃથાનિક ભાષા વધુ બોલાય છે અને સરકારી કામોમાં પણ સૃથાનિક ભાષાનો ઉપયોગ થાય છે. આ સ્થિતિ વચ્ચે અમિત શાહે જે સલાહ આપી હતી તેનો ભાજપના નેતા દ્વારા જ વિરોધ થયો છે.

કોઇ શાહ, સુલ્તાન કે સમ્રાટ અચાનક આ વચનને ન તોડી શ

આ વિવાદમાં હવે અભિનેતા અને રાજનેતા કમલ હાસન પણ કુદી ગયા છે. કમલ હાસને એક ટ્વિટ કરીને કહ્યું હતું કે કોઇ શાહ (અમિત શાહ) 1950માં જે વચન આપ્યું હતું તેને ન તોડી શકે. એક વીડિયા જારી કરીને કમલ હાસને કહ્યું કે 1950માં જ્યારે ભારત ગણતંત્ર બન્યું ત્યારે એ વચન આપવામાં આવ્યું હતું કે દરેક ક્ષેત્રની ભાષા અને સંસ્કૃત્તિનું સન્માન કરવામાં આવશે અને તેનું રક્ષણ પણ કરવામાં આવશે. એવામાં કોઇ શાહ, સુલ્તાન કે સમ્રાટ અચાનક આ વચનને ન તોડી શકે.

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!