GSTV
Home » News » આ છે દુનિયાનો એકમાત્ર એવો ક્રિકેટર જેને ફાંસી અપાઈ હતી, કારણ ચોંકાવનારું

આ છે દુનિયાનો એકમાત્ર એવો ક્રિકેટર જેને ફાંસી અપાઈ હતી, કારણ ચોંકાવનારું

વિશ્વભરમાં કેટલાંક એવા ખેલાડી છે, જેને મારામારીના કારણે અથવા મેચ ફિક્સિંગના કારણે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પરંતુ શું તમે એવુ સાંભળ્યું છે કે કોઈ ક્રિકેટ ખેલાડીને ફાંસીની સજા મળી હોય. નહીં ને… પરંતુ આ બિલકુલ વાસ્તવિક છે.

આ ખેલાડી બીજુ કોઈ નહીં, પરંતુ વેસ્ટ ઈન્ડીઝના એક પૂર્વ ક્રિકેટર હતાં. તેમનુ નામ લેસ્લી જ્યોર્જ હિલ્ટન હતું. લેસ્લી એક ફાસ્ટ બોલર હતાં. તેમણે 1935 થી લઈને 1939 સુધી વેસ્ટ ઈન્ડીઝ તરફથી 6 ટેસ્ટ મેચ રમ્યા છે. લેસ્લી હિલ્ટનને પોતાની પત્નીની હત્યાના ગુનામાં 17 મે, 1955ના રોજ ફાંસી આપવામાં આવી હતી. જેની હત્યા પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. કહેવાય છે કે તેમણે પોતાની પત્ની લાર્લીન રોજની બેવફાઈથી નારાજ થઈને તેની હત્યા કરી દીધી હતી.

લેસ્લી અને લાર્લીન વર્ષ 1935માં પ્રથમ વખત એકબીજાને ત્યારે મળ્યા હતાં જ્યારે લેસ્લી હિલ્ટન પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યાં હતાં. આ દરમ્યાન બંનેને પ્રેમ થઈ ગયો અને થોડા વર્ષ બાદ વર્ષ 1942માં બંનેએ લગ્ન કર્યાં. ત્યારબાદ 5 વર્ષ બાદ તેમને એક દીકરાનો જન્મ થયો, પરંતુ લગ્નના 12મા વર્ષે બંનેના દામ્પત્યજીવનમાં તિરાડ પડી. જાણકારી મુજબ, લાર્લીનને કપડાંનો વ્યાપાર હતો અને તેના અનુસંધાનમાં તેણી વારંવાર ન્યૂયોર્ક જતી રહેતી હતી. કહેવાય છે કે એક વખત આવીરીતે લાર્લીન પોતાના કામને લઈને ન્યૂયોર્ક ગઈ હતી, આ દરમ્યાન લેસ્લીને એક નામ વગરની ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠીમાં લાર્લીન અને ન્યૂયોર્કના એક વ્યક્તિ સાથે ગેરકાયદે સંબંધોનો ઉલ્લેખ હતો.

નામ વગરની ચિઠ્ઠી મળ્યા બાદ લેસ્લીએ સમય જોયા વગર તાત્કાલિક પોતાની પત્નીને ન્યૂયોર્કમાંથી પાછી બોલાવી અને તે અંગે આખા પરિવારને જણાવ્યું. જોકે, આ પહેલા લાર્લીને પોતાના ગેરકાયદે સંબંધો અંગે ઈનકાર કર્યો, પરંતુ બાદમાં તેણે જણાવ્યું કે તે ફક્ત આ વ્યક્તિને જાણે છે. લેસ્લી પણ હાર માનનાર વ્યક્તિમાંથી ન હતો. તેમણે પોસ્ટ ઑફિસમાંથી બીજી કેટલીક ચિઠ્ઠીઓ કઢાવી, જે લાર્લીનને લખવામાં આવી હતી અને આ ચિઠ્ઠીઓ પોતાની પત્નીને બતાવી. ત્યારબાદ લાર્લીને કબૂલ્યું કે તેના ગેરકાયદે સંબંધ હતાં.

લાર્લીને પોતાના સંબંધનો ખુલાસો કરતા જણાવ્યું કે લેસ્લી સાથે તેમને બનતુ ન હતું. લેસ્લી તેમના સ્તર મુજબના ન હતાં અને જેને કારણે તેઓ હંમેશા બીમાર રહેતા હતાં. જણાવાઈ રહ્યું છે કે લાર્લીનની આ વાતથી લેસ્લી નારાજ થયા અને તેમણે પોતાની લાઈસન્સવાળી બંદૂકથી પોતાની પત્નીને તાબડતોબ 7 ગોળીઓ ધરબી દીધી, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્યારબાદ આ મામલો કોર્ટમાં ગયો અને કોર્ટે 20 ઓક્ટોબર, 1954ના રોજ લેસ્લીને તેની પત્નીની હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા હતાં. બાદમાં તેમને ફાંસીની સજા સંભળાવી હતી.

READ ALSO

Related posts

આ છે ચીનનો અનોખો વ્યક્તિ, નાકથી પીવે છે પાણી અને આંખો વડે પીચકારી મારે છે

Nilesh Jethva

સલમાન ખાનની દબંગ 3નું પહેલુ પોસ્ટર થયુ રિલીઝ, રણબીર કપૂર પર ભારે પડશે ચુલબુલ પાંડે

Mansi Patel

મહિલા સાથે સેક્સ સંબંધો બાંધવા સમયે યુવકે એવું કંઇક કર્યું કે કોર્ટે 12 વર્ષની ફટકારી સજા

Path Shah