GSTV
Home » News » ગે પુરુષના સ્પર્મથી લેસ્બિયન મહિલાએ બાળકને આપ્યો જન્મ, લીધા બીજા કેટલાક નિર્ણયો

ગે પુરુષના સ્પર્મથી લેસ્બિયન મહિલાએ બાળકને આપ્યો જન્મ, લીધા બીજા કેટલાક નિર્ણયો

એક લેસ્બિયન મહિલાએ ગે પુરુષ સાથે સંબંધ બાંધીને બાળકને જન્મ આપ્યો. ગે પુરુષ સાથે તેની મુલાકાત ઓનલાઈન થઈ હતી. બાળક ઉપર ગે પુરુષનો હક તો રહેશે પણ તે બંને સાથે નહીં રહે. મહિલા જણાવે છે કે તેને ઘણા સમયથી કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું.

તે પોતાના પરિવારમાં એક બાળક ઈચ્છતી હતી. ત્યારબાદ મહિલાએ એક ડેટિંગ એપનો સહારો લીધો અને તેમાં તેને ગે પુરુષ સાથે સંપર્ક થયો. મહિલાની ઉંમર વધી રહી હતી અને તેણે નિર્ણય લીધો કે અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં. એ પછી પોસ્ટમાં કામ કરનારી મહિલા 24 વર્ષના સ્કૂલ ટીચરને મળી હતી.

32 વર્ષની આ મહિલા જણાવે છે કે બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો એ પહેલા બંને ક્યારેય મળ્યા નહોતા. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ઈંગ્લેન્ડમાં લગભગ 40 હજાર એવા લોકો છે ડેટિંગ સાઈટ્સ પર રજિસ્ટર છે, જે રોમેન્ટિક સંબંધ રાખ્યા વગર પણ બાળકને જન્મ આપવાનું વિચારે છે.

હકીકતમાં બંને વચ્ચે સંબંધ બંધાયો નહોતો અને મહિલાએ ફર્ટિલિટી કિટની મદદથી પુરુષના સ્પર્મનો ઉપયોગ કરીને ગર્ભવતી બની. બાળકના જન્મ પહેલાં જ બંનેએ નક્કી કર્યું હતું કે બાળક એક મહિનો માતા પાસે રહેશે અને એક મહિનો પિતા સાથે.

મહિલાએ એ પણ નિર્ણય લીધો હતો કે તે બાળકને બ્રેસ્ટફીડિંગ નહીં કરાવે. બંને વચ્ચે ઘણા નિર્ણયો નક્કી થયા તેમાં મેડિએટરની મદદ લીધી હતી. જેમ કે બાળક કઈ સ્કૂલમાં ભણશે, તેની પરવરિશ કેવી રીતે થશે.

Read Also

Related posts

GSTની આવકમાં આકાશ-પાતાળ એક કરવાની વાતો વચ્ચે, અધિકારીઓની આ ભૂલના કારણે 139 કરોડ રૂપિયા ગુમાવ્યા

Mayur

સિટિઝન બિલે રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી

Mayur

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!