GSTV

મગરમચ્છનાં જડબામાંથી માંસનો ટુકડો છીનવીને ભાગી ગયો દિપડો, VIDEO થયો વાયરલ

દક્ષિણ આફ્રિકાનાં દેશ ઝામ્બિયાનાં જંગલોમાંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દિપડો મગરનાં મોંઢામાંથી માંસનો ટુકડો છીનવીને ભાગી જાય છે.

આ વીડિયો સાઉથ લુઆંગ્વા નેશનલ પાર્કનો કહેવામાં આવી રહ્યો છે. અહીં એક ભૂખ્યો દિપડો શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને એક મગરમચ્છ દેખાયો હતો.

ન્યૂયોર્ક પોસ્ટનાં રિપોર્ટ મુજબ, મગરમચ્છનાં મોઢમાં માંસનો ટુકડો જોતા જ તેણે તરાપ મારી હતી, પરંતુ બીજી જ ક્ષણે દિપડાએ તેના પગલાં પાછા વાળ્યા હતા.

વાસ્તવમાં, મગરમચ્છનાં અણીદાર દાંત જોઈને દિપડો ગુસ્સે ભરાયો હતો. મગરને લાગ્યુકે, દિપડો પાછો જતો રહેશે પણ એવું થયુ ન હતુ.

દિપડાએ ફરીથી મગરમચ્છનાં મોઢામાં તરાપ મારી હતી. બંનેની વચ્ચે માંસનાં ટુકડાને લઈને જબરદસ્ત સંઘર્ષ જોવા મળ્યો હતો.

દિપડો તેનાં મોંઢાની સાથે સાથે તેનાં પગનો પણ ઉપયોગ કરતો હતો. તે મગરનાં જડબાને વારંવાર દબાવી રહ્યો હતો. તો આ બાજું મગર પઅણ પાછી પાની કરવા માટે તૈયાર ન હતો.

અંતે દિપડો સફળ રહ્યો હતો. તેણે મગરનાં જડબામાં પોતાનું મોઢું નાંખીને માંસનો ટુકડો છીનવી લીધો હતો.

આ અદ્દભુત અને રોમાંચક ઘટનાને કેમેરામાં કેદ કરનારા નિકોલ ડંગૂરે આખી ઘટનાની કહાની સંભળાવી હતી.

ડેંગૂરે જણાવ્યુકે, તે રાત્રે ત્યાં હાજર દરેક લોકોએ આ દ્રશ્યો જોયા હતા. અને એક શિકારીએ પણ મગર અને  દિપડાને આ રીતે લડતા જોયા હતા.

તેમણે કહ્યુકે, તેઓ ફર્યા બાદ પાછા લૉજમાં જઈ રહ્યા હતા. અને પછી તેમણે એક નાનકડી નદીની પાસે એક દિપડો જોયો, જે એક મગર તરફ જઈ રહ્યો હતો.

READ ALSO

Related posts

WHOએ મોદી સરકારના કર્યા વખાણ, વિકાસશીલ દેશો માટે સરકારના નિર્ણયો એક ઉદાહરણ

Ankita Trada

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ આકરા પાણીએ, આટલા હજાર લોકોની કરાઈ ધરપકડ

Nilesh Jethva

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!