GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

દિપડી ખેતરમાં પાંચ બચ્ચા છોડીને ગઈ જ્યારે પરત આવી ત્યારે બચ્ચા સળગી ગયા હતા

પુણેનું અવાસારી ગામ. એક શેરડીના ખેતરમાં દિપડીના પાંચ બચ્ચા હતા. ત્રણ અઠવાડિયા પહેલા જ આ બચ્ચાઓનો જન્મ થયો હતો. કોઈએ આગ લગાવી અને દિપડીના બચ્ચા મરી ગયા. દિપડીના પાંચે બચ્ચા એ જ ખેતરમાં પેદા થયા હતા. ઘણી વખત દિપડી બચ્ચાને આ રીતે જન્મ આપે છે. અને તેમાં જાનવરોનો કોઈ દોષ નથી. તમામ ભૂલ માણસોની છે. જાનવરોને માણસોની વસતિમાં આવવું પડે છે. કારણ કે માણસો જાનવરોના જંગલ ખાઈ ચૂક્યા છે. ઘણીવાર દીપડી બચ્ચાઓને જંગલમાં ન લઈ જતા સુરક્ષિત એવા ખેતરમાં જન્મ આપે છે. પણ હવે આ સુરક્ષા જ તેમના માટે પરેશાની બની ગઈ છે. ખેતરમાં બચ્ચાઓને રાખવા એ જાનવરો માટે સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે કારણ કે આ જગ્યા ગીચ હોય છે. જ્યારે બચ્ચા થોડા મોટા થઈ જાય તો દિપડી બચ્ચાને લઈ ચાલી જાય છે.

પણ શું ખબર કે દિપડીના બચ્ચા બીજી સવારનો સૂરજ નહીં જોઈ શકે. પુણેની આ ઘટનામાં પણ અદ્દલ આવું જ થયું. દિપડી બચ્ચાને એકલા મુકી શિકારની શોધમાં ગઈ. તેની પાછળ ખેતરના માલિકે મજદૂરોને કામે લગાવ્યા. ખેતરમાં એક જગ્યાએ કચરો પડ્યો હતો. જેમાં લીલું ઘાસ હતું. તેમાંથી એક ને તેમાં સાંપ દેખાયો. ડરીને એમણે ત્યાં આગ લગાવી દીધી. દિપડીના બચ્ચા આગમાં ફસાઈ ગયા. બચ્ચા ભાગી ન શક્યા અને ફસાયને મરી ગયા.

સાપ તો ખેડૂતનો મિત્ર હોય છે તેવી વ્યાખ્યા દરેક ખેડૂત જાણે છે. સાંપ ખેતરમાં તબાહી મચાવનારા અન્ય નાના જાનવરોનો સફાયો કરે છે, પણ અહીં તો સાંપથી ડરી ગયેલા ખેડૂતો અને તેના મજૂરોએ આગ લગાવી જેનું આ નિર્મમ પરિણામ આવ્યું છે. સાંપનો તો કોઈને ખ્યાલ નથી, પણ દિપડીના બચ્ચા સળગીને મરી ગયા છે. જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વન વિભાગને દિપડીના બચ્ચાની લાશ સોંપી દેવામાં આવી છે. કેસ પણ કરવામાં આવ્યો છે. હવે જ્યારે દિપડી પરત ફરી હશે ત્યારે તેની મન:સ્થિતિ કેવા પ્રકારની હશે તેનો આ ઘટના પરથી જ ક્યાસ કાઢી શકાય

READ ALSO

Related posts

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર, ૭ જુલાઇથી ફોર્મ ભરવા પ્રક્રિયા થશે શરૂ

pratik shah

ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: 100 ટકા ટ્રેનો નિયમિત અને નિશ્વિત સમયે ઉપડી, આ એક જ ટ્રેન થઇ લેટ

Bansari

MP: જ્યોતિરાદિત્ય સિંધિયા કેમ્પના આ ધારાસભ્યોને મળ્યું કેબિનેટમાં સ્થાન, જુઓ લિસ્ટ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!