Surendranagar Videos ગુજરાત

ગાંધીનગરના સચિવાલય બાદ હવે ચોટીલાની કોર્ટમાં દિપડો ન્યાય મેળવવા ઘુસ્યો ?

આજથી દોઢેક મહિના પહેલા ગાંધીનગર સચિવાલયમાં દિપડો ઘુસ્યો હતો. જેના કારણે રાજ્યભરમાં તેની ખૂબ મજાક ઉડેલી. સોશિયલ મીડિયા પર એ દિપડો હાઇલાઇટ થઇ ગયેલો અને હવે ફરી એક વખત દિપડાએ સૌરાષ્ટ્રમાં ત્રાહિમામ પોકાર્યો છે.

જંગલો ઘટતા ગયા અને શહેરો વધતા ગયા. આવી પરિસ્થિતીમાં જંગલી જનાવરો શહેરની હદમાં ઘૂસી જતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ વખતે તો જાણે એક જંગલી જનાવર પોતાના માટે ન્યાયની માંગ કરવા આવ્યો હોય તેવી રીતે કોર્ટ રૂમ સુધી પહોંચી ગયું.

વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની જ્યાં ચોટીલાની કોર્ટરૂમની કાર્યવાહી ચાલુ હતી. આ સમયે અચાનક અફરાતફરી મચી ગઇ. કારણકે કોર્ટમાં એક ખૂંખાર દિપડો ઘૂસી ગયો હતો. જે બાદ કોર્ટ રૂમમાં ઘૂસી ગયેલા દિપડાને જોઇને વકીલ અસીલ સહિતના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જે પછી ખૂંખાર દિપડો જે કોર્ટ રૂમમાં ઘૂસી ગયો હતો.

તેને ત્યાં જ રૂમમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જે પછી આ ખૂંખાર દિપડાને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર રાજકોટ અને જૂનાગઢ વનવિભાગની ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતું. જે બાદ દિપડાને ટ્રેન્ક્વિલાઇઝર ઇંજેકશન મારીને બેભાન કરીને રેસ્કયૂ કામગીરી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોનો આક્રોશ, જુઓ શું કર્યુ

Premal Bhayani

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચમાં કરી યોગ દિવસની ઉજવણી

Mayur

ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાનાં કર્મચારીઓએ તંત્ર સામે બાયો ચડાવી, આ મુદ્દે બેઠા ધરણા પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!