GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

700+ની ક્લબમાં પહોંચ્યો લિયોનલ મેસ્સી, હવે પેલેના આ રેકોર્ડથી ફક્ત 13 ગોલ દૂર

ફૂટબોલ ઇતિહાસના દિગ્ગજોનો ઉલ્લેખ આર્જેન્ટિનાના લિયોનલ મેસ્સી વિના ક્યારેય શક્ય જ નથી. આ ફૂટબોલ દિગ્ગજનું નામ હવે એવી યાદીમાં સામેલ થઇ ગયું છે કે જો તે મેચમાં ઉતરે તો કેટલાક રેકોર્ડ તો તૂટ્યા જ સમજો. બાર્સેલોના એફસી તરફથી રમવા માટે લિયોનલ મેસ્સી વિશ્વનો એવો સાતમો ફૂટબોલર બન્યો છે, જેણે પોતાના નામે 700થી વધુ ગોલ નોંધાવ્યા હોય. આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે હવે કયો રેકોર્ડ મેસ્સીના નિશાના પર છે. એક ક્લબ માટે સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ મહાન ફૂટબોલર પેલેના નામે છે. બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેએ સાંતોસ ક્લબ માટે સતત 656 મેચમાં 643 ગોલ કર્યા હતા, જે કોઈ પણ ફૂટબોલરની ક્લબ ટીમ માટેના સૌથી વધુ ગોલનો વર્લ્ડ રેકોર્ડ છે. મેસ્સીએ બાર્સેલોના માટે અત્યાર સુધીમાં 724 મેચમાં 630 ગોલ કર્યા છે. આવી સ્થિતિમાં, તે 13 ગોલ કરશે તો પેલેનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

આલ્બાસેટ વિરુદ્ધ નોંધાવ્યો હતો પ્રથમ ગોલ

મેસ્સીએ 2005માં બાર્સેલોના ક્લબ માટે આલ્બાસેટ વિરુદ્ધ પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. ત્યારબાદ, તેની કારકિર્દીનો 100મો ગોલ 2009માં ડાયનામો કિવ ક્લબ વિરુદ્ધ હતો અને 2011 માં રિયલ મેડ્રિડ વિરુદ્ધ 200મો ગોલ ફટકાર્યો હતો. પછીના વર્ષે જ તેણે 300 ગોલની મુસાફરી પણ પૂર્ણ કરી લીધી હતી. 2014માં ગ્રેનેડા વિરુદ્ધ કારકિર્દીનો 400મો ગોલ કરનારા મેસ્સીએ 2016માં વેલેન્સિયા વિરુદ્ધ 500મો ગોલ કર્યો હતો. તેણે 2018માં એટ્લેટિકો ડી મેડ્રિડ વિરુદ્ધ પોતાનો 600મો ગોલ પણ નોંધાવ્યો હતો.

READ ALSO

Related posts

મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર! મોદી સરકાર ટૂંક સમયમાં જ આપશે આ મોટી ભેટ

Arohi

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel

શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે આજે સોંપાઈ શકે છે તપાસ રિપોર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!