દેશમાં વસ્તી વધારા પર નિયંત્રણ લાવવા હમ દો હમારે દો કાયદો લાવવાની ચર્ચા- વિચારણા થઈ રહી છે. જે અંતર્ગત અમુક રાજ્યોમાં ત્રણ બાળકો હશે તો કેટલીક સુવિધાનો લાભ મળશે નહીં તેવી કેટલીય ઘોષણા થઈ છે. આ સ્થિતિ વચ્ચે ત્રણ મહિનાના બાળકે માતાના પ્રેમ, સ્નેહ અને સંભાળથી વંચિત રહેલા બાળકે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે હાઈકોર્ટે બાળકની અરજી પર જવાબ દાખલ ન કરવા પર કડક વલણ અપનાવ્યું છે. આને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) અને અન્ય પક્ષકારોને વન વિભાગ સમક્ષ 25 હજાર રૂપિયા જમા કરાવવાની શરતે જવાબ દાખલ કરવાની તક આપી છે.

બાળકે વકીલ મારફતે દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે તેની માતા ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC)ની કર્મચારી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે માતા-પિતાનું ત્રીજું સંતાન હોવાને કારણે તે તેની માતાના પ્રેમ, સ્નેહ અને સંભાળથી વંચિત રહ્યો છે કારણ કે તેને મ્યુનિસિપલ કોર્પોરેશનએ પ્રસૂતિ રજા આપવાનો ઇનકાર કર્યો છે, જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ત્રીજું બાળક હોવાના કારણે મહાનગરપાલિકાએ મહિલાને પ્રસૂતિ રજા આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જસ્ટિસ નજમી વઝીરી અને સ્વર્ણકાંત શર્માની ખંડપીઠ બેન્ચે કહ્યું છે કે છેલ્લી સુનાવણી પર નોટિસ સ્વીકાર્યા પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય પ્રતિવાદીઓએ જવાબ આપ્યો ન હતો, જો કે તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે આ બાબતમાં તાકીદની જરૂર છે કારણ કે અરજદાર તેની નાની ઉંમરે પીડા ભોગવે છે જ્યારે તે દરેક પસાર થતા દિવસ સાથે તેની માતાના પ્રેમ અને સંભાળથી વંચિત રહે છે.
Read Also
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા