દેશ-વિદેશમાં કોરોના વાયરસના સંક્રમણના પગલે લોકડાઉન સહિતના નિયંત્રણોના કારણે છેલ્લા બે વર્ષમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને ‘વર્ક ફ્રોર્મ હોમ’ની સુવિધા આપી છે. કેટલાક લોકોને આ નીતિ એટલી પંસદ આવી રહી છે કે, ઓફિસ બોલાવા પર કરોડો રૂપિયાના પેકેજ વાળી નોકરી સેકેન્ડોમાં છોડી દે છે. આવો જ એક મામલો એપલ કંપનીમાં સામે આવ્યો છે.

ઇયાન ગુડફેલો, જેઓ Appleમાં મશીન લર્નિંગમાં સિનિયર એન્જિનિયર છે, જ્યારે તેમને કંપની દ્વારા ઓફિસમાં કામ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે તેમના રાજીનામા બાદ તેમના પગાર અંગે ચર્ચા શરૂ થઈ હતી. તેમની પાછલી નોકરીના પગારના હિસાબે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એપલ તેમને વાર્ષિક ઓછામાં ઓછા 6 થી 7 કરોડ રૂપિયાનું પેકેજ આપી રહી હતી.
યુએસ મીડિયાના અહેવાલો અનુસાર 23 મેથી, એપલમાં ફરીથી હાઇબ્રિડ વર્ક મોડ શરૂ થઈ રહ્યું છે જેના પગલે ઇઓન ગુડફેલો ખુશ નથી. જોકે એપલ તરફથી કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં માત્ર 3 દિવસ ઓફિસમાં કામ કરવું પડશે. ઈયાન માને છે કે ઘરેથી કામમાં ફ્લેક્સિબલિટી છે અને આ શ્રેષ્ઠ માર્ગ છે.

નોંધનીય છે કે, ઇયાન ગુડફેલો એપલમાં નાની-મોટી પોસ્ટ પર નહોતા. તેઓ હાલમાં મશીન લર્નિંગના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ઈમેલમાં લખ્યું છે કે એપલ તેમના રાજીનામા માટે જવાબદાર છે, જે કર્મચારીઓને ઓફિસમાં બોલાવવા પર અડગ છે.
READ ALSO
- સામનામાં આકરા પ્રહાર! 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બાગી ‘બિગ બુલ’, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ