આવી રહ્યો છે 12GB રેમવાળો Lenovoનો નવો સ્માર્ટફોન

ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની Lenovo ટૂંક સમયમાં એવો સ્માર્ટફોન લૉન્ચ કરવાની છે, જેમાં 12GB રેમ આપવામાં આવશે. લીક થયેલી જાણકારી મુજબ, આ ફોનનું નામ Lenovo Z5S Ferrari SuperFast edition હશે. આ સિવાય ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવાની પણ વાત કહેવાઇ રહી છે.

રિપોર્ટની માનીએ તો હુવાવે P20 પ્રોની જેમ તેમાં પણ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. સાથે જ તેને ડ્યૂઅલ કલર પેટર્નમાં રજૂ કરી શકાય છે. હાલમાં સ્લેશલીક્સે એક તસ્વીર શેર કરી છે કે જેનાથી ફોનના કેટલાંક ફીચર્સ વિશે જાણી શકાય છે. આ તસ્વીર પરથી સ્પષ્ટ થાય છે કે ફોનમાં 12 જીબી રેમ આપવામાં આવશે. જો હકીકતમાં આવુ થાય તો આ અત્યાર સુધીની સૌથી વધારે રેમવાળો સ્માર્ટફોન બની જશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વનપ્લસે પોતાનો મેક્લેરન એડિશન લૉન્ચ કર્યો હતો, જેમાં 10GB રેમ આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો પ્રથમ એવો સ્માર્ટફોન છે, જેમાં આટલી વધારે રેમ છે. લીક મુજબ, લેનોવોની આ સુપરફાસ્ટ એડિશન ZUI 10.5 એન્ડ્રૉઇડ 9.0 પાઇ પર રન કરશે. જોકે, કંપનીએ હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે કંપની 18 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન Lenovo Z5s લૉન્ચ કરવાની છે. હાલમાં જ લેનોવોના વાઇસ પ્રેસિડેન્ટ ચેંગ ચેંગે તેનું કેમેરા સેમ્પલ પણ પોસ્ટ કર્યુ હતું. આ તસ્વીરો પર વૉટરમાર્ક છે, જેનાથી સ્માર્ટફોનમાં એઆઈ મોડ હોવાની ખબર પડે છે. આ અગાઉ આવેલા ટીઝર પરથી ફોનમાં સ્નેપડ્રેગન 678 પ્રોસેસર અને એન્ડ્રૉઇડ પાઇ હોવાનો ખુલાસો થયો હતો. ટીના લિસ્ટિંગ મુજબ, લેનોવો જેડ5એસમાં 6.3 ઈંચ વૉટરડ્રોપ નૉર્ચ ડિસ્પ્લે હોઇ શકે છે. હેન્ડસેટનું ડાઇમેન્શન 156.7×74.5×7.8 મિલીમીટર લિસ્ટ કરવામાં આવ્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter