GSTV
Home » News » Lenovo: દુનિયાનો પહેલો 12GB રેમ વાળો સ્માર્ટફોન લૉન્ચ, એક સાથે યુઝ કરી શકશો 50 એપ

Lenovo: દુનિયાનો પહેલો 12GB રેમ વાળો સ્માર્ટફોન લૉન્ચ, એક સાથે યુઝ કરી શકશો 50 એપ

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં હોય તો વધુ રેમ અને શાનદાર કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ થઇ ગયો છે. શરૂઆત 6 જીબી રેમ વાળા સ્માર્ટફોન સાથે થઇ અને હવે 12 જીબી રેમ વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યો છે.

ચીની સ્માર્ટફોન નિર્માતા લેનોવોએ પોતાનો નવો સ્માર્ટફોન લેનોવો Z5s લૉન્ચ કર્યો છે અને સાથે જ કંપનીએ લેનોવો Z5sની ઝલક પણ દર્શાવી છે. આ ઉપરાંત આ ફોનમાં દુનિયાનું સૌથી દમદાર પ્રોસેસર ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 855 છે. કંપનીએ દાવો કર્યો છે કે 12 જીબી રેમ હોવાથી યુઝર્સ ફોનમાં એક જ સમયે 50 એપ્સ ઓપન કરી શકશે. આ સાથે જ કંપનીએ 12 જીબી રેમ વાળા દુનિયાના સૌપ્રથમ સ્માર્ટફોન Lenovo Z5 Pro GTની ઘોષણા પણ કરી દીધી છે.

Lenovo Z5 Pro GTના સ્પેસિફિકેશન્સ

Lenovo Z5 Pro GTમાં 6.39 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે સાથે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસની કોટિંગ પણ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 pie ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે અને આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગનનું 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

તેમાં 6GB/8GB/12GB રેમ સાથે 128GB/256GB/512GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. મેમરી કાર્ડની મદદથી મેમરી વધારી શકાય છે. ડ્યુઅલ સિમ વાળો Lenovo Z5 Pro GT સ્લાઇડર ડિઝાઇન સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ સ્લાઇડર પોતાની પાછળ 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છુપાવી લે છે.

તેના રિયર કેમેરાની વાત કરીએ તો પ્રથમ કેમેરા 16 મેગાપિક્સલનો છે તો બીજો કેમેરા 24 મેગાપિક્સલનો છે. અહીં ડ્યુઅલ ટોન LED ફ્લેશ પણ છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર છે. આ સ્માર્ટફોનમાં 3350mAhની બેટરી છે અને સાથે જ તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.

Read Also

Related posts

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi

જ્યારે કબરમાંથી આવ્યો અવાજ મને અહીંયાથી બહાર નિકાળો, હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા!

pratik shah

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!