GSTV

DHFLમાં ધિરાણદારો મર્યાદિત લોન માંડવાળ માટે તૈયાર : રીપોર્ટ

Last Updated on July 17, 2019 by Mayur

હાઉસીંગ ફાઈનાન્સ જાયન્ટ દિવાન હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ(ડીએચએફએલ)ના ધિરાણદારો-લેન્ડરો સંકટમાં આવી ગયેલી આ કંપની માટે લોનો-દેવાના રીસ્ટ્રકચરીંગ યોજનામાં લિમિટેડ-મર્યાદિત હેર કટ-માંડવાળ સ્વિકારવા તૈયાર થયા છે.

દેશની ચોથી સૌથી મોટી ફાઈનાન્સ કંપનીએ ગત શનિવારે જ ચેતવતા જણાવ્યું હતું કે, કંપનીની નાણાકીય સ્થિતિ નબળી છે અને બિઝનેસ થંભી ગયો છે, ધિરાણદારોને અને અન્ય દેવાધારકોને મળીને બચાવ પેકેજ માટે ચર્ચા કરી છે. દરમિયાન બેંકો, મ્યુચ્યુઅલ ફંડો અને કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રીસ્ટ્રકચરીંગ યોજના માટે સર્વસંમતિ પર પહોંચવા પ્રયાસ થઈ રહ્યા છે.

અલબત એનાલિસ્ટોનું કહેવું છે કે, કંપનીએ તેના બિઝનેસોને વેચવા અથવા અન્ય ઈન્વેસ્ટરોને આકર્ષવા અને વધારાની ઈક્વિટીમાં રૂ.70 અબજ ઊભા કરવા કંપનીએ સંઘર્ષ કરવો પડે એમ છે. ઉલ્લ્ખનીય છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના ગત વર્ષે લિક્વિડિટી ક્રાઈસીસના કારણે શરૂ થયેલી એનબીએફસીઝ કટોકટીના પરિણામે જાહેર ક્ષેત્રની બેંકો 150 અબજ ડોલરના ડૂબત દેવામાં અટવાઈ પડયા બાદ ડીએચએફએલ પણ નાણા ભીંસમાં આવી ગઈ છે.

ડીએચએફએલના કેસમાં ધિરાણદારો હેર કટ-્અમુક લોન માંડવાળ માટે તૈયાર થયા હોવાના અને આ લોન બુકના કમર્શિયલ લોનના હિસ્સામાં 20 ટકા જેટલા હેર કટની શકયતા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. અલબત અન્ય બેંકરનું કહેવું છે કે, ખરાબ પરિસ્થિતિમાં બેંકો 50 ટકા સુધી પણ હેર કટ-લોન માંડવાળ માટે તૈયાર થઈ શકે છે.

READ ALSO

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!