GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

લેહમાં પીએમ મોદીની સિંહ ગર્જના, વિસ્તારવાદનો યુગ થયો પૂર્ણ

પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે વિસ્તારવાદનો યુગ ગયો હવે વિકાસવાદ એ ભવિષ્યનો આધાર છે. હું બે માતાઓનું સન્માન કરું છું એક ભારત માતા અને બીજી આ વીર જવાનોને જન્મ આપનાર માતાઓનું. લેહમાં જવાનોનું શોર્ય અને સમર્પણ અતુલનીય છે. જવાનોની વચ્ચે પીએમ મોદી હાલમાં સંબોધન કરી જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે. કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે. જવાનોની ઇચ્છા શકિત અટલ છે. હાલમાં તમે અને તમારી સાથીઓ એ જે વિરતા બતાવી છે. જેને પગલે પૂરી દુનિયામાં સંદેશો ગયો છે. તમે છો તો હું નહીં પૂરા દેશને ચિંતા નથી.

તમે છો તો હું નહીં પૂરા દેશને ચિંતા નથી

કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે

રાષ્ટ્રની દુનિયાની પ્રગતિ માટે શાંતિ અને મિત્રતતાને બધા માને તે જરૂરી છે. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે શાંતિ ક્યારેય નિર્બળ ન માનવી. શાંતિ ક્યારેય નિર્બળતા નથી. ભારત આજે જલ, થલ અને અંતરિક્ષ તક પોતાની તાકાત વધારી રહ્યું છે તો તેનું લક્ષ્ય માનવ કલ્યાણ જ છે. આજે આધુનિક શસ્ત્ર અસ્ત્રનું નિર્માણ કરે છે. દુનિયાની આધુનિક તકનિક ભારતીય સેના માટે લાવે છે તેના પાછળની ભાવના પણ આ જ છે. ભારત જો આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે તો તેનો પાછળનો સંદેશ પણ આ છે.

જવાનોની ઇચ્છા શકિત અટલ


વિશ્વ યુદ્ધને યાદ કરો કે પછી વિશ્વ શાંતિના પ્રયાસોને મહેસૂસ પણ કર્યું છે. આપણે હંમેશા માનવતાની, ઈન્શાનિયતની રક્ષા અને સુરક્ષા માટે કામ કર્યું છે. જીવન સમર્પિત કર્યું છે. ભારતની પરંપરા અને મહાન સંસ્કૃતિને સ્થાપિત કરનારા આગવા લીડર છો.
મહાન સંત તિરુવલ્લરુએ સેંકડો વર્ષ પહેલા કહ્યું હતું.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, સાહસની પ્રતિબદ્ધતાથી છે. સાહસ કરુણા છે. સાહસ કમ્પેશન છે

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, સાહસની પ્રતિબદ્ધતાથી છે. સાહસ કરુણા છે. સાહસ કમ્પેશન છે. જે આપણને નિર્ભિક અને અડિગ થઈને સત્યના પક્ષમાં ઊભા રાખવાનું શિખવ્યું છે. સાહસ તે છે જેને સાચાને સાચું કરવાની ઉર્જા આપે છે. દેશના વિર સપૂતોએ ગલવાન ઘાટીમાં જે અદમ્ય સાહસ દેખાડ્યું તે પરાક્રમની પરાકાષ્ઠા છે. દેશને તમારા પર ગર્વ છે. આપણા સાથી આટીબીપી, બીએસએફ, બીઆરોના જવાનો હોય મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહેલા એન્જિનિયર, શ્રમિકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. દરેક ખભેખભો મિલાવીને મા ભારતીની સેવામાં સમર્પિત છે. આજે તમારા બધાની મહેનતથી દેશ અનેક આપદાઓથી એક સાથે પૂરી દૃઢતાથી લડી રહ્યો છે. તમારામાંથી પ્રેરણા લેતા આપણે મળીને ભારતની તમામ ચુનૌતિ પર વિજય મેળવતા રહ્યા છીએ મને મેળવતા રહીશું. ભારતના સપનાને લઈને તમે બધા સરહદ પર દેશની સુરક્ષા કરી રહ્યા છો અમે તે સ્વપ્નનું ભારત બનાવવા, તમારા સપનાનું ભારત બનાવવા 130 કરોડ ભારતવાસીઓ પણ પાછળ નહીં રહે. હું એ વિશ્વાસ આપાવવા આવ્યો છું. જ્યારે તમારાથી પ્રેરણા મળે છે ત્યારે આત્મનિર્ભર ભારતની તાકાત બની જાય છે. હું તમારા બધાનો ધન્યવાદ અને અભિનંદન કરું છું.

દેશને તમારા પર ગર્વ


શૌર્ય, સન્માન અને મર્યાદપૂર્ણ વ્યવહારની પરંપરા અને વિશ્વસનિયતા આ ચાર ગુણ કોઈપણ દેશની સેનાનું પ્રતિબિંબ છે.
ભારતીય સેના સતત આ માર્ગ પર ચાલી છે. વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ચૂક્યો છે. આ યુગ વિકાસવાદનો છે. વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે જ અવસર છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. વિતેલી શતાબ્દીઓએ વિસ્તારવાદમાં જ માનવતાનું સૌથી વધારે અહિત કર્યું. માનવતાને દૂર કરી . વિસ્તારવાદની જીદ કોઈ પર સવાર હોય તેણે હંમેશા વિશ્વશાંતિ સામે ખતરો પેદા કર્યો છે.

વિસ્તારવાદની જીદ કોઈ પર સવાર હોય તેણે હંમેશા વિશ્વશાંતિ સામે ખતરો પેદા કર્યો


ઈતિહાસ ગવાહ છે. આવી તાકાતો વિસરાઈ ગઈ છે. કે પાછી વળી ગઈ છે. વિશ્વનો હંમેશા આ અનુભવ રહ્યો છે. આ અનુભવના આધાર પર સંપૂર્ણ વિશ્વે વિસ્તાર વાદ વિરુદ્ધ મન મનાવી લીધું છે. આ જે વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરે છે. જ્યારે જ્યારે હું રાષ્ટ્ર રક્ષા જોડાયેલા સાથે કોઈ નિર્ણય બાબતે વિચારું છું. ત્યારે બે માતાઓનું સ્મરણ કરું છું. રાષ્ટ્ર સુરક્ષા બાબતે પ્રથમ ભારત માતાનું અને બીજી તે વીર માતાઓ જેમણે આવા વીર પરાક્રમી યોદ્ધાઓને જન્મ આપ્યો છે. મારા નિર્ણયની કસોટી છે. આપના પરિવારનું સન્માન અને ભારત માતાની સુરક્ષાનું દેશ સર્વોચ્ચ છે. સેનાઓ માટે આધુનિક હથિયાર હોય કે સૈન્ય માટે જરૂરી સાજ સામાન પર ખૂબ જ ધ્યાન આપ્યું છે. પીએમ મોદીએ દેશના વીર જવાનો સામે સંબોધન કરતાં જણાવ્યું છે કે તમે અને તમારા સાથીયોએ જે વિરતા દેખાડી છે એનો સંદેશ પૂરા વિશ્વમાં ગયો છે કે ભારતની શું તાકાત છે. પીએમે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

READ ALSO

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

Seventh Pay Commission : આ રાજ્યના કર્મચારીઓ માટે આવી મોટી ખબર, સરકાર પગારમાં નહીં કરે કાપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!