GSTV
Home » News » ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી શકે છે મુશ્કેલીઓ, કોર્ટે લીધો આ નિર્ણય

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી શકે છે મુશ્કેલીઓ, કોર્ટે લીધો આ નિર્ણય

વલસાડ જિલ્લા એડિશ્નલ સેશન્સ  કોર્ટે આરએમવીએમ સ્કૂલના નામે ફેક વીડિયો વાઇરલ કરવાના  કેસમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર વલસાડની સ્કૂલના નામ સાથે વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા એક શિક્ષકનો વીડિયો ટ્વીટ  કર્યો હતો. જેમાં વલસાડની આર એમ વી એમ હાઇસ્કુલમાં શિક્ષકોની બર્બરતા જેવા શબ્દ પ્રયોગ કર્યો હતો.

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગોતરા જામીન અરજી વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દેતા ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર વલસાડની સ્કૂલના નામ સાથે વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા એક શિક્ષકનો વિડીયો ટ્વીટ  કર્યો હતો. જેમાં વલસાડની આર એમ વી એમ હાઇસ્કુલ માં શિક્ષકોની બર્બરતા જેવા શબ્દ પ્રયોગ કરી વલસાડની આર એમ વી એમ સ્કુલ વિરૂધ કડક કાર્યવાહી કરવા માટે ટ્વિટર પર વિડિયો મામલે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) પાસેથી પણ જવાબ માંગ્યો હતો.

ત્યાર બાદ  જીગ્નેશ મેવાણી નું ટ્વીટ વાયરલ થતા વલસાડની આર એમ વી એમ હાઇસ્કુલે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ સ્કૂલને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.

MLA Jignesh Maavani

પોલીસ ફરિયાદ બાદ જીગ્નેશ મેવાણી એ વલસાડની એડિશ્નલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે આજે વલસાડની એડિશ્નલ સેશન કોર્ટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. જેને કારણે જીગ્નેશ મેવાણીની આ કેસમાં આગામી સમયમાં મુશ્કેલીઓ વધી શકે તેમ ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!