GSTV

વિધાનસભામાં ભાજપે એવું તો શું કર્યું કે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું મને ગર્વ છે

બનાસકાંઠા જિલ્લાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વિધાનસભા અધ્યક્ષે સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કર્યા છે. મેવાણી ગૃહમાં બંધારણની ચર્ચા દરમિયાન અયોગ્ય વર્તનને જોતાં મુખ્યપ્રધાને તેમની સામે સસ્પેન્શન પ્રસ્તાવ મુક્યો. જેને અધ્યક્ષે મંજૂર રાખીને વિધાનસભા સત્રના ત્રણેય દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. ત્યારે મેવાણીએ ભાજપની સરકાર પર નિશાન સાધીને ગૃહમાંથી સસ્પેન્ડ થવાનો ગર્વ હોવાનું કહ્યું.

આજથી 3 દિવસનું સત્ર શરૂ થયું છે. પ્રથમ દિવસે જ મેવાણીને સસ્પેન્ડ કરી દેવાતાં તેઓ આ સત્ર પણ ગુમાવી દેશે. સંવિધાન દિવસની ઉજવણી સ્વરૂપે વિધાનસભામાં નીતિન પટેલ ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે જ મેવાણી લાંબીમાંથી બુમો પાડતાં આવતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ માર્શલ બોલાવીને મેવાણીને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. ગુજરાત વિધાનસભામાં 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાના પ્રસ્તાવનો જિજ્ઞેશ મેવાણી વિરોધ કરી રહ્યાં હતા.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : આ દેશે સમુદ્રી જહાજમાં જ બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ

Nilesh Jethva

દિલ્હી એલજીનો આદેશ: તબલિગી જમાતના કાર્યક્રમ બાબતે આયોજકો વિરુદ્ધ કેસ દાખલ

Arohi

13.6 કરોડ લોકોની નોકરી ખાઈ જશે Corona, આટલા મહિનાઓ સુધી પાટે નહીં ચડે અર્થતંત્ર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!