GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

તમારા રાજ્યનો વિકાસ નથી થતો તેનું કારણ મળી ગયું, હવે મતદાન વખતે રાખજો ધ્યાન

કોઈ પણ લોકતાંત્રિક દેશમાં તેની સંસદ અને વિધાનસભાઓમાં દેશના વિકાસ માટે થનારી ચર્ચાઓ ઘણી મહત્વપૂર્ણ હોય છે. સંસદ અને વિધાનસભાઓમાં જ કાયદાઓ બને છે અને દેશના વિકાસ પર પડનારી અસરની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. પરંતુ દુનિયાના સૌથી મોટાં લોકતાંત્રિક દેશ ભારતમાં આ સ્થિતિ ચિંતાજનક દેખાઈ રહી છે.

હકીકતમાં હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લોકસભા અને રાજ્યસભાના સાસંદ માત્ર 70 અને 69 દિવસો સંસદમાં વીતાવે છે. વિધાનસભામાં તો આ આંકડો હજુ ઓછો છે. અહીં વર્ષમાં ધારાસભ્ય એવરેજ માત્ર 28 દિવસ જ વિધાનસભામાં હાજર હોય છે. આવામાં કહી શકાય કે ધારસભ્યો સાંસદો કરતા ઓછું કામ કરે છે.

ગુજરાત વિધાનસભા

ઉલ્લેખનીય છે કે PRS Legislative Researchના 26 રાજ્યો અને યુનિયન ટેરેટરિઝના ડેટાનો અભ્યાસ કરીને આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટ 2011થી લઈને 2016 સુધીનો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી જનતા સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચામાં વિભિન્ન સદનોમાં ઘણો ઓછો સમય વીતાવે છે. 6 વર્ષના આ ડેટાના આધાર પર તૈયાર કરાયેલી આ રિપોર્ટ અનુસાર, માત્ર 50 ટકા વિધાનસભાઓ અને યુનિયન ટેરીટેરિઝમાં જ એવરેજ 28 દિવસ કામ થાય છે, બાકી 50 ટકામાં તો આ આંકડો હજુ નીચે જાય છે. જો કે કેરળ (46 દિવસ), કર્ણાટક (46 દિવસ), મહારાષ્ટ્ર (45 દિવસ) અને ઑરિસ્સા (42 દિવસ) સદન કામકાજના મામલામાં ટૉપ પર છે.

રાજસ્થાન વિધાનસભા

જ્યારે મણિપુર (16 દિવસ), મેઘાલય (15 દિવસ), સિક્કિમ (14 દિવસ), દિલ્લી (13 દિવસ), નાગાલેન્ડ (10 દિવસ)માં કામકાજ એવરેજથી પણ ઓછું છે. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, પંજાબ, ત્રિપુરા અને પુડ્ડુચેરીનો ડેટા એસેમ્બલી વેબસાઈટ પર ન મળતા અહીંના આંકડા જાણવા મળ્યાં નથી. હાલમાં જ દેશના કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ થઈ રહી છે. જો આ રાજ્યોના વિધાનસભાના કામકાજની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં હાલની સરકારે 5 વર્ષમાં માત્ર 135 દિવસ જ કામ કર્યુ છે. જ્યારે છેલ્લાં કાર્યકાળ દરમ્યાન 167 દિવસ વિધાનસભામાં કામકાજ થયું હતું. છત્તીસગઢમાં હાલના કાર્યકાળમાં 145 દિવસ, જ્યારે પાછલા કાર્યકાળમાં 159 કામકાજ થયું હતું.

Related posts

પક્ષપલટુઓને હરાવવા ઘડાશે સ્ટ્રેટેજી, ઉમેદવારોની પસંદગીના મુદ્દે આગામી સપ્તાહે યોજાશે કોંગ્રેસ પક્ષની બેઠક

pratik shah

પશ્ચિમ-નવા પશ્ચિમના વિસ્તારોમાં વાયરસનો વધ્યો પ્રકોપ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 152 કેસો નોંધાયા

pratik shah

દિલ્હીમાં કોરોનાની રફ્તાર ધીમી પડી: સતત ત્રીજા દિવસે 2 હજારથી ઓછા કેસ, કામ કરી ગઇ કેજરીવાલની નીતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!