GSTV
Cricket Sports Trending

5 જ બોલમાં જીતેલી મેચ હારી ગઇ ઇરફાન પઠાણની ટીમ, ભાઇ યુસુફ પણ બચાવી ન શક્યો

ઇરફાન

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022માં, દરરોજ એકથી વધુ રોમાંચક મેચો રમાઈ રહી છે. સોમવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભીલવાડા કિંગ્સનો મનિપાલ ટાઈગર્સ સામે રોમાંચક મેચમાં પરાજય થયો હતો. આ મેચમાં એક સમય એવો હતો જ્યારે ઈરફાન પઠાણની કેપ્ટનશીપવાળી ભીલવાડાની ટીમ જીતી રહી હોય તેવું લાગતું હતું પરંતુ માત્ર 5 બોલમાં જ એવો ખેલ થયો કે અંતે મનિપાલ ટાઈગર્સ વિજેતા બની ગયા.

પ્રથમ બેટિંગ કરતા મનિપાલ ટાઈગર્સે 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ભીલવાડા કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. હવે સવાલ એ છે કે ભીલવાડાને માત્ર 3 રનથી હારનો સામનો કેવી રીતે કરવો પડ્યો જ્યારે તે એક સમયે મેચ સરળતાથી જીતી રહ્યું હતું.

ઈરફાન પઠાણની ટીમ સાથે 5 બોલમાં ‘ખેલ’ થઈ ગયો

છેલ્લી 2 ઓવરમાં ભીલવાડાને જીતવા માટે 24 રનની જરૂર હતી. પરવિન્દર અવાના બોલિંગ પર હતો અને આ ઓવરમાં યુસુફ પઠાણે એક સિક્સર અને રાજેશ બિશ્નોઈએ એક ફોર સાથે 13 રન લીધા હતા. જોકે ઓવરના છેલ્લા બોલ પર અવનાએ વિસ્ફોટક બેટિંગ કરી રહેલા યુસુફ પઠાણને આઉટ કર્યો હતો. યુસુફ પઠાણ 21 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો અને તેના જતાની સાથે જ ભીલવાડા કિંગ્સ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. છેલ્લા 6 બોલમાં ભીલવાડાને 9 રનની જરૂર હતી. મનિપાલના કેપ્ટન હરભજન સિંહે છેલ્લી ઓવર દિલહારા ફર્નાન્ડોને આપી હતી. આ ફાસ્ટ બોલરે પહેલા જ બોલ પર બિશ્નોઈનો સામનો કર્યો અને પછી ચોથા બોલ પર તેણે ટીનો બેસ્ટની વિકેટ પણ લીધી. ભીલવાડાએ પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને અંતે મનિપાલે 3 રનથી મેચ જીતી લીધી હતી.

દિલહારા પ્લેયર ઓફ ધ મેચ બન્યો

શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર દિલહારા ફર્નાન્ડોને 31 રનમાં 4 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કેપ્ટન હરભજન સિંહે માત્ર 16 રનમાં 2 અને અવનાએ 34 રનમાં 2 વિકેટ લીધી હતી. મનિપાલ ટાઈગર્સ તરફથી જેસી રાયડરે 35 બોલમાં 47 રન બનાવ્યા હતા. વિકેટકીપર તૈબુએ 30 બોલમાં 54 રન બનાવ્યા હતા.

Read Also

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV