- કપલ્સનું હોટલમાં રહેવું એ કાયદેસર ગુનો નથી
- પુખ્તવયના વ્યક્તિને આર્ટીકલ 21 અંતર્ગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અધિકાર
કાયદાની વાત : ઘણીવાર આવા સમાચાર વાંચ્યા હશે કે પોલીસે હોટલમાં રોકાયેલા કપલ્સની ધરપકડ કરી છે. આવા કિસ્સાઓમાં, પોલીસ ઘણીવાર તેમની કાર્યવાહીને યોગ્ય ઠેરવે છે અને યુગલોના રોકાણને ગેરકાયદેસર ગણાવે છે, પરંતુ એવું નથી. અવિવાહિત યુગલો પણ હોટલમાં રૂમ લઈને આરામથી રહી શકે છે. દેશમાં તેને ગુનો પણ ગણવામાં આવતો નથી, પરંતુ માહિતીના અભાવે લોકો તેને ગુનો કે ખોટો માને છે. તમારી સ્ત્રી મિત્ર સાથે હોટેલમાં ગયા હોવ અને કોઈ તમને રોકે અથવા હેરાન કરે તો તમે કેટલીક કાનૂની માહિતી સાથે તમારો બચાવ કરી શકો છો.
ભારતનુ બંધારણ પુખ્તવયના વ્યક્તિને આર્ટીકલ 21 અંતર્ગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અધિકાર મળેલો છે. ( Right to liberty and Privacy ) આપણે કોઈપણ લીગલ એક્ટીવીટી શાંતિથી અને આપણી પ્રાઈવસીમાં કરી શકીએ છીએ ત્યાં તમને કોઈ રોકી શકે નહીં. તમને જણાવી દઈએ કે, તમે હોટલમાં તમારા પૈસા આપીને સ્પેસિફીક રૂમ ખરીદો છો, લીઝ એગ્રીમેન્ટ પર; જેનો મતલબ એવો થાય છે કે તમે એ રૂમમાં રહી શકો છો અને કોઈપણ કાયદેસર પ્રવૃત્તિ કરી શકો છો. એ તમારો અધિકાર છે કોઈ તમને એમ કરતા રોકી ન શકે.
અનમેરીડ કપલ્સ હોટલમાં રોકાય શકે?
તમને એ સવાલ થતો હશે કે, શું અનમેરીડ કપલ્સ હોય તો કોઈ ગુનો બને? સુપ્રીમ કોર્ટે 2019માં એસ. ખુશ્બુ Vs કૈન્યામલ નામનાં કેસમાં ચૂકાદો આપતા કહ્યું હતું કે જ્યારે બે પુખ્ત વયની વ્યક્તિઓ જેમના લગ્ન નથી થયા છતાં તેઓ પોતાની મરજીથી લીવઈનમાં રહેવા કે સેકસુઅલ રીલેશનશીપ રાખવા માટે આઝાદ છે. આમ કરવાથી કોઈ ગુનો બનતો નથી. એટલે જ્યારે તમે હોટેલમાં જાવ તો ખાસ ધ્યાન રાખવું કે બન્ને પાત્રો પુખ્તવયના હોય. કાયદો જણાવે છે કે 18 વર્ષથી વધુ ઉંમરના યુગલો કોઈપણ માન્ય આઈડી કાર્ડ બતાવીને હોટલના રૂમમાં સાથે રહી શકે છે. તે કોની સાથે રહેવા માંગે છે તે સંપૂર્ણપણે છોકરો કે છોકરીએ નક્કી કરવાનું છે. આ સિવાય એવો કોઈ કાયદો નથી જે અપરિણીત યુગલોને રૂમમાં સાથે રહેવાથી રોકે.
કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
તમારા વેલીડ ડોક્યુમેન્ટ હોટલમાં જમા કરાવો. તમે આપેલું ડોક્યુમેન્ટ વેલીડ હોવું ખુબ જરૂરી છે. જો આમ નહીં હોય તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. બંને પાત્રો પાસે પોતાના વેલીડ ડોક્યુમેન્ટ હાજર રાખવાં જોઈએ. જેથી તમે એડલ્ટ છો એ પણ એના આધારે નક્કી થઈ શકે.
બીજી બાબત છે કે, જ્યારે હોટેલમાં જાવ છો તો કમ્પલસરી તમે બન્ને પુખ્તવયના હોવા જ જોઇએ. જો આમ નહીં હોય ને છોકરીની ઉંમર ઓછી હશે તો એ પછી ભલે એની મરજીથી આવી સાથે છતાં બળાત્કારનો ગુન્હો લાગી શકે છે.
જો પોલીસ તમને પકડે અને તમારી પુછપરછ કરે તો સાચા સાચા જવાબો આપવા, જેમ કે નામ, સરનામું, સાથે છે એ પાર્ટનર સાથેનાં સંબંધો, વગેરે જેવી બાબતોની સાચી વિગતો આપવી. પોલીસ સાથે શાંતિથી અને આદર સાથે વાત કરવી. ઉશ્કેરાય જવું નહીં, કે ગાળાગાળી કરવાની ભૂલ ન કરવી. નહીં તો પછી. સીઆરપીસી ની કલમ 42 હેઠળ એ તમારી ધરપકડ કરી શકે છે. તમે માહિતી નથી આપતાં કે પોલીસ તપાસમાં સહકાર નથી આપતાં એ બાબતને લઈને એટલે આ બાબત ધ્યાનમાં રાખવુ જોઈએ.
રજીસ્ટર હોટલમાં જ જવુું જોઈએ. હોટેલમાં જતાં પહેલાં તપાસી લેવું જોઈએ કે હોટલમાં કોઈ ગેરકાનુની કામ તો નથી ચાલતું ને હોટેલની રૂમમાં પણ કોઈ હીડન કેમેરા નથી ને એ પણ ચેક કરી લેવું જોઈએ. બાકી તો તમે અનમેરીડ કપલ છો તો પણ આ બાબતે તમારે ગભરાવાની જરૂર નથી; એ બાબતને લઈને તો પોલીસ તમારી ઘરપકડ ન કરી શકે.
પોલીસ ખોટી રીતે હેરાન કરે તો શું કરવું જોઈએ?
આવા સમયે કેટલીકવાર પોલીસ તમને બ્લેકમેઇલ કરી શકે છે. તમારી પાસે તમારાં ઘરનાં લોકોના નંબર માંગી જાણ કરવાની ધમકી આપી શકે છે. પણ જો તમારે કોઈ લીગલ એક્ટીવીટી તમારા મા-બાપ થી કે પતિ-પત્ની થી છુપાવીને કરવી છે તો એ તમારો અધિકાર છે. કોઈ તમને એના માટે ફોર્સ ન કરી શકે આવા સમયે તમે જે તે પોલીસ ઓફિસરના સિનિયરને ફરીયાદ કરી શકો છો.
પલોસ ફોટો/વિડિયો ઉતારે તો
બીજી એક બાબત છે કે પોલીસ વાળા અચાનક તમારા રૂમમાં આવીને ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ચાલુ કરી દે છે અને એ પણ એવા સમયે જ્યારે તમે નગ્ન કે અર્ધનગ્ન હાલતમાં છો તો આવા સમયે તમે એમનાં સિનિયર ઓફીસરને ફરીયાદ કરી શકો છો. સાથે સાથે તમે આઇટી એકટની કલમ 66 (ઈ) મુજબ એમની સામે ફરીયાદ પણ કરી શકો છો. આ કલમ કહે છે કે, કોઈપણ વ્યક્તિ નગ્ન અથવા તો અર્ધનગ્ન હાલતમાં હોય ત્યારે તેમની પરમીશન વગર કોઈપણ જાતની ફોટોગ્રાફી કે વીડીયોગ્રાફી કરવી એ ગેરકાનૂની છે અને એ અપરાધ કેટેગરીમાં આવે છે. વલ્ગર ફોટોગ્રાફી/વિડિયોગ્રાફી તમારી પ્રાઈવસીને ભંગ કરતો ગુનો છે.
નોંધ : આ સામાન્ય માહિતી છે જેમાં ભૂલચૂક હોય શકે છે. વધુ માહિતી માટે વકીલ અથવા તો કાયદાના જાણકાર વ્યક્તિનો સંપર્ક કરવો.
GSTVના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/JW85IKv9kaY3e7UswVCAeQ
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો :
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=
READ MORE…
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ