GSTV
Gujarat Government Advertisement

મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી વિવાદિત સ્થળે કાયદાકીય સંઘર્ષ શરૂ થયો : સુપ્રીમ

Last Updated on November 11, 2019 by Mayur

સુપ્રીમ કોર્ટે વર્ષ 1949માં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકવાની ઘટનાની સાથે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં પાંચમાંથી સૌપ્રથમ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો તેમ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ પર તેના ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું.બાબરી મસ્જિદના ડોમ નીચે મૂર્તિ મૂકવાની ઘટના પછી મેજિસ્ટેરિયલ કોર્ટે વિવાદાસ્પદ જમીન ટાંચમાં લઈ લીધી હતી. સુપ્રીમે જણાવ્યું કે 12મી નવેમ્બર 1949માં રમખાણોના કારણે આ જગ્યા પર પોલીસ જાપ્તો ગોઠવાયો હતો.

વર્ષ 1949માં અયોધ્યામાં કોમી રમખાણો પછી હિન્દુઓએ મસ્જિદમાં ઘૂસી પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. ફૈઝાબાદ ખાતેના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ કે. કે. નાયરને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા એક પત્ર લખાયો હતો, જેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે હિન્દુઓનું એક જૂથ મસ્જિદમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરીને ડોમની નીચે મૂર્તિઓ મૂકવા માગે છે.આ ઘટનાઓને પગલે વકફ ઈન્સ્પેક્ટરે હિન્દુઓ દ્વારા મુસ્લિમોને પરેશાન કરવામાં આવતાં હોવાનો દાવો કરાયો હતો તેમ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્ત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે શનિવારના તેના ચૂકાદામાં જણાવ્યું હતું.

બેન્ચે નોંધ્યું હતું કે મુસ્લિમોને હેરાન કરવામાં આવતા હોવા છતાં ફૈઝાબાદના નાયબ કમિશનર નાયરે ઉત્તર પ્રદેશના ગૃહસચિવને મસ્જિદની સલામતી અંગે મુસ્લિમોના ભયને ધ્યાનમાં નહીં લેવા પત્ર લખ્યો હતો. છેવટે 1949ની 22-23ની ડિસેમ્બરે 50થી 60 લોકોનું એક જૂથ તાળા તોડીને મસ્જિદમાં ઘૂસ્યું અને મધ્ય ડોમની નીચે ભગવાન રામની મૂર્તિઓ મૂકી હતી.મસ્જિદમાં હિન્દુઓના બળજબરીપૂર્વક પ્રવેશને પગલે આ ઘટનાના સંદર્ભમાં એક એફઆઈઆર દાખલ થઈ હતી. 26મી ડિસેમ્બર, 1949ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને લખેલા એક પત્રમાં નાયરે આ ઘટના અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ રાજ્ય સરકારે મસ્જિદમાંથી મૂર્તિઓ ખસેડવાનો આદેશ આપ્યો હતો.

 તેમણે બીજા દિવસે અન્ય એક પત્ર લખીને કહ્યું કે મસ્જિદમાંથી મૂર્તિઓ ખસેડવા માટે તેમને કોઈપણ હિન્દુ માણસ મળતો નથી. તેમણે સૂચન કર્યું કે ગણતરીના પૂજારીઓ સિવાય હિન્દુ અને મુસ્લિમ બંને માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. ત્યાર બાદ ફૈઝાબાદ-કમ-અયોધ્યાના અિધક શહેર મેજિસ્ટ્રેટે 29મી ડિસેમ્બર 1949ના રોજ વિવાદાસ્પદ સૃથળને તાળા મારવાનો આદેશ આપી દીધો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel

ગુજરાત સરકારની મોટી જાહેરાત: 18 શહેર કર્યા કર્ફ્યુમુક્ત, ધાર્મિક પ્રસંગમાં 200 અને લગ્નમાં 100 જણાંની આપી છૂટ

Pravin Makwana

અમેરિકાએ ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી, વ્યાવસાયિકોની અછત પૂરી કરવા નિર્ણય લેવાયો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!