GSTV

ક્રિકેટ જગતમાં શોક: રાજસ્થાનના પૂર્વ લેગ સ્પિનર વિવેક યાદવનું થયું નિધન, માત્ર 36 વર્ષની ઉંમરમાં કહી દીધું અલવિદા

Last Updated on May 6, 2021 by pratik shah

રાજસ્થાનના ક્રિકેટ ખેલાડી વિવેક યાદવું કોરોનાથી નિધન થઈ ગયું, તેઓ 36 વર્ષના હતા. પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતવાવાળી ટીમના સદસ્ય રહેલા વિવેક યાદવના પરીવારમાં પત્ની સિવાય એક બેટી પણ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વિવેક યાદવને કેન્સર હતું. તેઓ જયપુરની એક હોસ્પિટલમાં કીમોથેરાપી લેવા માટે ગયા હતા, તે દરમ્યાન તેમનો કોવિડ ટેસ્ટ થયો હતો. અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બુધવારે તેમનું નિધન થઈ ગયું હતું.

આ જાણકારી આકાશ ચોપડાએ તેમના ટ્વિટર પર આપી હતી. દેશના પૂર્વ બેટ્સમેન આકાશ ચોપડાએ ટ્વિટ કર્યું હતું કે રાજસ્થાનના રણજી ખેલાડી અને અંગત મિત્ર વિવેક યાદવ હવે આ દુનિયામાં રહ્યા નથી. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.

વિવેક યાદવની કારકિર્દી

વિવેક યાદવે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 57 વિકેટ લીધી હતી. તેણે 2010-111 માં રણજી ટ્રોફીની ફાઇનલ રમી હતી. આ તેમની ઘરેલુ ક્રિકેટ કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ મેચ હતી. વિવેકે તેની છેલ્લી મેચ 30 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા રમી હતી.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!