…તેથી મહિલાએ પાળી રાખ્યા છે જીવજંતુ, પોતાનુ લોહી પીવડાવીને ભરે છે તેનુ પેટ

દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાના અજીબોગરીબ શોખને પગલે ઓળખાય છે. આવી જ એક મહિલા ઈંગ્લેન્ડના લેન્કાશાયર વિસ્તારની રહેવાસી છે, જેને લોહી પીતા જોન્ક પાળવાનો શોખ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા એવા જોન્કને પોતાનુ લોહી પણ પીવડાવે છે.
આ મહિલાનુ નામ કેટી એશ્લે (33) છે. કેટી અને તેના પતિ માઇકે પોતાના ઘરમાં બે જીવજંતુ પાળ્યા છે.

કેટીની જેમ જ માઈક પણ એવા જીવજંતુને પોતાનુ લોહી પીવડાવે છે. લોહી પીવાના કારણે તેના શરીર પર ડાઘ પણ પડી જાય છે, જેનાથી લોહી વહેતુ રહે છે. તેનાથી તેનુ જીવન સમાપ્ત થવાનો ડર પણ રહે છે. પરંતુ તેમ છતાં તેઓ દરેક તકલીફ અને ડરને નજરઅંદાજ કરીને આ જીવજંતુને પોતાના પરિવારના સભ્યની જેમ જ પાળે છે.

કેટીનુ કહેવુ છે કે બંને જીવજંતુઓએ તેમને 2018માં દત્તક લીધા હતાં. કેટી અને માઈક દરેક ચારથી 6 મહિનામાં જીવજંતુને પોતાનુ લોહી પીવડાવે છે અને ત્યાં સુધી પીવડાવે છે, જ્યાં સુધી તેનુ પેટ ભરાય નહીં. કેટીએ જણાવ્યું કે એક જીવજંતુનુ પેટ લગભગ બે કલાકમાં ભરાઈ જાય છે. એક જીવજંતુ એક વખતમાં અંદાજે 15 મિલીમીટર સુધી લોહી પીવે છે. બંને પતિ-પત્ની જીવજંતુને વારાફરતી પોતાનુ લોહી પીવડાવે છે.

કેટી જણાવે છે કે તેઓ પોતાના પાળતુ જીવજંતુઓને માછલીઓને ટેન્કમાં રાખે છે અને ટેન્કમાં પાણીનું સ્તર ઉપર રાખતી નથી, કારણકે આમ કરવાથી જીવજંતુઓ ત્યાંથી નિકળીને આગળ ભાગી શકે છે. સાથે જ આવા જીવજંતુઓને તડકાથી દૂર રાખવા પડે છે, કારણકે તેઓ નિશાચર હોય છે.

કેટી અને માઈક પોતાના અજીબોગરીબ શોખથી વધારે ખુશ છે. તેઓ જણાવે છે કે જીવજંતુ જ્યારે તેનુ લોહી પીવાનુ શરૂ કરે છે તો 10 મિનિટ સુધી એવુ લાગે છે કે જેમકે કોઈ મધુમાખી તેને સતત કરડી રહી છે. આ જીવજંતુ ત્યાં સુધી તેની ચામડીને કાપે છે, જ્યાં સુધી વ્યક્તિનુ લોહી નિકાળવાનુ શરૂ ના થાય. જેના કારણે તેમને માથાનો દુ:ખાવો, થાક અને લોહીની ઉણપ જેવી પરેશાનીઓથી ઝઝૂમવુ પડે છે, પરંતુ તેમ છતાં તેઓ આ જીવજંતુને પોતાનુ લોહી પીવડાવવાનુ છોડતા નથી.

કેટી કહે છે કે, જીવજંતુના અમૂક દાંત અને જડબા હોય છે, જેનાથી તેઓ સરળતાથી મનુષ્યના શરીર પર ચિપકી જાય છે અને લોહી ચૂસવાનુ શરૂ કરી નાખે છે. કેટીનુ કહેવુ છે કે તેનુ લોહી પીવાથી ચામડી પર એક મોટો ડાઘ પડી જાય છે. અને તેમાંથી સતત લોહી નિકળે છે. જોકે, અમૂક અઠવાડિયામાં તેઓ આપોઆપ ઠીક થઇ જાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter