GSTV
Gujarat Government Advertisement

Learning License બનાવવા હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, ઘરે બેઠા જ બની જશે લાયસન્સ

Learning License

Last Updated on July 16, 2020 by

લર્નિંગ લાઈસન્સ (Learning License) માટે હવે તમારે આરટીઓ કાર્યાલયના ચક્કર નહીં લગાવવા પડે અને ન તો એજન્ટ મોટી રકમ વસુલી શકશે. કારણ કે અરજદાર ઘરે બેઠા સેવા કેન્દ્રો પાસેથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે આવેદન કરી શકશે અને પરીક્ષા પણ ઓનલાઈન આપશે. પરીક્ષા પાસ કરતી વખતે લાયસન્સ મળી જશે. પરિવહન વિભાગ પોતાના નિયમોમાં જલ્દી જ બદલાવ કરવા જઈ રહ્યું છે. તેના માટે કેન્દ્રના આરટીઓ મુખ્યાલય પાસેથી દાવા આપત્તિ માંગી છે. પરિવહન અધિકારીનું કહેવું છે કે જવાબ જલ્દી જ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે અને આ સેવા લોકોને મળવા લાગશે.

એક વર્ષમાં લગભગ ત્રણ લાખ લર્નિંગ લાયસન્સ બને છે

મહત્વનું છે કે પ્રદેશમાં એક વર્ષમાં લગભગ ત્રણ લાખ લર્નિંગ લાયસન્સ બને છે. વર્તમાનમાં લર્નિંગ લાયસન્સ બનાવવા માટે અરજદારને આરટીઓના ચક્કર લગાવવા પડે છે. લાયસન્સ બનાવવાની પ્રક્રિયાની જાણકારી ન હોવા પર અરજદાર પરેશાન થઈને એજન્ટનો સહારો લે છે. એજન્ટ અરજદારની મજબુરીનો ફાયદો ઉઠાવીને મોટી રકમ વસુલે છે. પરંતુ હવે આવેદકોને ઘરે બેસીને લર્નિંગ લાયસન્સ બનાવવાની સુવિધાથી ખૂબ રાહત મળશે.

RTOએ લીધો છે આ નિર્ણય

આરટીઓ કાર્યાલયમાં કોઈ પણ કામ માટે આવવા પર નિયમ-કાયદા એવા દર્શાવવામાં આવે છે કે અરજદાર દિવસભર ચક્કર લગાવતા લગાવતા થાકી જાય છે. ઝંઝટથી બચવા માટે લોકો એજન્ટોનો સહારો લે છે અને એજન્ટ લોકોને લુટતા રહે છે. આ વ્યવસ્થાને ખતમ કરવા માટે કેન્દ્રએ આરટીઓમાં જઈને લર્નિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લે છે. અરજદાર કોઈ પણ સેવા કેન્દ્રમાં જઈને લર્નિંગ લાયસન્સ બનાવી શકે છે.

Learning License

આ હશે ઓનલાઈન લાયસન્સ બનાવવાની પ્રક્રિયા

પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઓનલાઈન લાયસન્સ બનાવવા માટે આરટીઓની વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. ફોર્મમાં જરૂરી જાણકારી ભરવાની રહેશે. વેબસાઈટ પર પોતાની સુવિધાનુસાર દિવસ અને સમય નક્કી કરી શકાય છે. પછી બાયોમીટ્રિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સાત દિવસની અંદર ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષામાં કુલ 10 નંબર હશે. છ નંબર લેવાનારને પાસ માનવામાં આવે છે. અરજદારોની પરીક્ષા પાસ કર્યા બાદ તેમનું લર્નિંગ લાયસન્સ બની જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!