GSTV
Gujarat Government Advertisement

લાયસન્સ માટે હવે આરીટીઓ કચેરીએ નહિ ખાવો પડે ધક્કો, આ જગ્યાએ મળશે સુવિધા

Last Updated on October 14, 2019 by

કેન્દ્ર સરકારના નવા કાયદા બાદ લાયસન્સ માટે રાજ્યની આરટીઓ કચેરીમાં અરજદારોની લાંબી લાઈનો જેવા મળી રહી છે. જો કે લોકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવુ ન પડે અને સાથે નજીકના વિસ્તારમાંથી લાયસંન્સ મળી જાય તેના માટે અમદાવાદ આરટીઓ દ્રારા અમદાવાદની આઈટીઆઈ કોલેજો સાથે ખાસ ટાઈઅપ કરવામા આવ્યું છે. જેના કારણે લોકો પોતાનું લર્નીગ લાયસંન્સ નજીકની આઈટીઆઈ કોલેજમાંથી મેળવી શકે છે. આરટીઓની વેબાસાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ આઈટીઆઈ સેન્ટર પર લર્નીગ લાયસંન્સ માટેની પરીક્ષા આપી શકે તે માટે સેન્ટરો ઉભા કરાવામા આવશે.

જેમા કોલેજનો સ્ટાફ આ પરીક્ષા માટેનું મોનીટરીંગ કરશે. કોલેજના આચાર્યને આરટીઓ દ્રારા આઈડી પાસવર્ડ આપવામા આવશે. જેના કારણે લર્નીગ લાયસંન્સમા કોઈ ગેરરીતીના બનાવ ના બને. જે પ્રર્કિયા અમદાવાદ આરટીઓમાં લર્નીગ લાયસંન્સ માટે થતી એ પ્રર્કિયા હવે નક્કી કરેલી આઈટીઆઈ કોલેજમાં પણ થશે. નવી સુવિધાના કારણે લોકોને લર્નીગ લાયસંન્સ માટે આરટીઓ ધક્કો ખાવાની જરૂર નહીં પડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!