GSTV

લાયસન્સ માટે ન ખાતા ધક્કા, માત્ર લર્નિગ માટે જ છે આટલા મહિનાનું વેઇટિંગ

લાયસન્સ

અમદાવાદમાં લર્નિગ લાયસન્સ કઢાવવા માટે હાલમાં ત્રણ માસનું વેઇટિંગ બોલાતું હોવાથી અરજદારોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. વળી પાછુ પાકુ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પણ તેટલું જ વેઇટિંગ બોલાતું હોવાથી અરજદારના હાથમાં ડ્રાઇવિંગ લાયસન્સ આવતા ૧૧ મહિના જેટલો સમય વિતી જતો હોય છે. વસ્ત્રાલ આરટીઓમાં લર્નિંગ લાયસન્સ માટે ફક્ત એક જ કેન્દ્ર ફાળવાયું હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહિનાઓ સુધી રાહ જોવા ઉપરાંત ધક્કા ખાવાની નોબત આવી

આશરે ૭૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં ત્રણ આરટીઓ કાર્યરત છે. શહેરીજનોને ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે તેની કામગીરી આઇટીઓને સોંપાઇ છે. સુભાષબ્રિજ આરટીઓ માટે ૭ કેન્દ્રો અને બાવળા આરટીઓ માટે પણ ૭ કેન્દ્રો ફાળવાયા છે. જ્યારે મોટો વિસ્તાર ધરાવતી વસ્ત્રાલ આરટીઓ માટે ફક્ત એક જ આઇટીઆઇ ખોખરા-મણિનગર કેન્દ્ર ફાળવાયું હોવાથી આ આરટીઓના અરજદારોએ ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહિનાઓ સુધી રાહ જોવા ઉપરાંત અનેક ધક્કા ખાવાની નોબત આવી ગઇ છે.

આ અંગે અરજદારોના જણાવ્યા મુજબ કાચા લાયસન્સ માટેની તારીખ લેવા માટે રાત્રે ૧ વાગ્યે વેબસાઇટમાં કાચા લાયસન્સ માટેના સ્લોટ બુકિંગ ખૂલતા હોય છે. જેમાં ફક્ત ચાર મિનિટમાં જ દિવસની તમામ ૬૦ એપોઇમેન્ટ બુક થઇ જતી હોય છે. આથી બાકીના અરજદારો રહી જાય છે. અરજદારોના મતે પહેલા રોજની ૩૦૦ જેટલી એપોઇમેન્ટો અપાતી હતી હવે કોવિડ-૧૯ ને કારણે દિવસની ફક્ત ૬૦ જ એપાઇમેન્ટ અપાય છે.

વસ્ત્રાલ આરટીઓમાં નારોલ, ઇસનપુર, ઘોડાસર, વટવા, વસ્ત્રાાલ, હાથીજણ, મણિનગર, અમરાઇવાડી, ગોમતીપુર, કઠવાડા, કણભા, કુજાડ, કુહા, ભુવાલડી, ઝાણું, પસુંજ, કુબડથલ, સિંગરવા, ગામડી, નાંદેજ, ચાસર સહિતના દસક્રોઇ તાલુકાના ગામો, ઓઢવ, નિકોલ, રખિયાલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના લાખો લોકો હાલમાં લર્નિંગ લાયસન્સ માટે ધક્કા ખાઇ રહ્યા છે.

૯૦ દિવસે એપોઇમેન્ટ મળે અને તે દિવસે તમે જો નાપાસ થાવ તો ફરીથી લેવી પડતી એપોઇમેન્ટ પણ બીજા ૯૦ દિવસ પછી મળતી હોય છે. વસ્ત્રાલ આરટીઓ માટે વધુ સેન્ટરો ફાળવવાની માંગણી અરજદારો કરી રહ્યા છે. હાલમાં જે અરજીઓનો ભરાવો થઇ ગયો છે તેનો સમયસર નિકાલ કરવા માટે યોગ્ય આયોજન કરવાની માંગણી ઉઠી છે.

Read Also

Related posts

રૂપાણી સરકારમાં જાહેર સાહસો ખોટના ખાડામાં, 15 સાહસોમાં 2,569 કરોડની ખોટ

Mansi Patel

ગુજરાતમાં દૂધ સંજીવની યોજનાનું બાળમરણ, કેગે સરકારની ખોલી દીધી છે પોલ

Mansi Patel

બિહાર ચૂંટણીઃ કોરોના મહામારી વચ્ચે 28મી ઓક્ટોમ્બરથી ત્રણ તબક્કામાં યોજાશે મતદાન, તંત્ર દ્વારા તારીખો જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!